
મિલિટ્રી લિટરેચર ફેસ્ટિવલમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું- યુવાઓનું સેના પ્રત્યે સમ્માન વધશે
ચંદીગઢમાં યોજાયેલ મિલિટ્રી લિટરેચર ફેસ્ટિવલ રવિવારે દેશ સાથે જોડાયેલા મુદ્દાઓની ચર્ચા સાથે સમાપ્ત થયો. સમાપન સમારોહમાં હાજરી આપવા આવેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે આ પ્રયારના આયોજનોથી યુવાનોમાં સેના પ્રત્યે સમ્માન વધશે. ભવિષ્યમાં આયોજન વધુ ભવ્ય બનાવવા માટે પંજાબ સરકાર સંપૂર્ણ સહયોગ કરશે.
આ કાર્યક્રમનો શુભારંભ કરવા શનિવારે પંજાબના પર્યટન અને સાંસ્કૃતિક મામલાના મંત્રી અનમોલ ગગન માન પહોંચ્યાં હતાં. જે બાદ બે દિવસ સુધી ફેસ્ટિવલમાં રશિયા-યુક્રેન યુદ્ધ, એરક્રાફ્ટ કૈરિયર, ચીન અને ઉભરતું વિશ્વ, વિવિધ દેશોના ઈતિહાસ, સેનાના જવાનોની હાલત, ભારતને સ્વતંત્ર બનાવી રાખવામાં સેનાની ભૂમિકા વગેરે વિષયો પર વિવિધ વક્તાઓએ પોતાના વિચાર રાખ્યા હતા.
આ ફેસ્ટવલ જોવા માટે વિદ્યાર્થીઓથી લઈ દરેક વર્ગના લોકો પહોંચ્યા હતા. આયોજન દરમિયાન સેનાના હથિયારો વિશે લોકોએ ત્યાં હાજર નિષ્ણાંતો પાસેથી જાણકારી મેળવી. લોકોમાં ટેંક અને સેનાના અન્ય મોટાં હથિયારો સાથે ફોટા પાડવાનો ક્રેઝ રહ્યો.