For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગડકરીને મળ્યા RSSના મહાસચિવ ભૈયાજી જોશી, એક્ઝિટ પોલ પર કહી આ મોટી વાત

ગડકરીને મળ્યા RSSના મહાસચિવ ભૈયાજી જોશી, એક્ઝિટ પોલ પર કહી આ મોટી વાત

|
Google Oneindia Gujarati News

નાગપુરઃ લોકસભા ચૂંટણીના આખરી તબક્કાનું વોટિંગ સંપન્ન થઈ ગયા બાદ હવે તમામને રિઝલ્ટનો ઈંતેજાર છે. 23 મેના રોજ મતગણતરી બાદ સ્પષ્ટ થઈ જશે કે કેન્દ્રમાં આગલી સરકાર કોની બનશે. જો કે ચૂંટણી સંપન્ન થયા બાદ આવેલ મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનની વાપસીનું અનુમાન જતાવવામાં આવ્યું છે. એવામાં ભાજપની સાથોસાથ આરએસએમાં પણ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આ કારણે જ નાગપુરમાં આરએસએસના મહાસચિવ ભૈયાજી જોશીએ નીતિન ગડકરી સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં શું વાત થઈ તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી, જો કે એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે આ મુલાકાત 23 મેના રોજ આવનાર ચૂંટણી પરિણામોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.

એક્ઝિટ પોલ બાદ ભાજપ-આરએસએમાં હલચલ તેજ

લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા આરએસએ મહાસચિવ ભૈયાજી જોશીની સાથે દિગ્ગજ ભાજપી નેતા નીતિન ગડકરીની આ મુલાકાતને બહુ મહત્વની માનવામાં આવી રહી છે. અગાઉ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભા ચૂંટણી સંપન્ન થયા બાદ આવેલ એક્ઝિટ પોલને લઈ મહત્વની ટિપ્પણી આપી છે. તેમણે કહ્યું કે એક્ઝિટ પોલ અંતિમ પરિણામ નથી. તેમણે આગળ કહ્યું કે એનડીએ સરકારે કરેલ વિકા કાર્યોને કારણે જ ભાજપને ફરી એકવખત સત્તામાં આવવાના સંકેત મળી રહ્યા છે, જો કે એક્ઝિટ પોલ અંતિમ પરિણામ નથી.

એક્ઝિટ પોલ અંતિમ પરિણામ નહિઃ ગડકરી

એક્ઝિટ પોલ અંતિમ પરિણામ નહિઃ ગડકરી

ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ આ વાત પીએમ મોદીની બાયોપિકના પોસ્ટર જાહેર થવાના સમયે કહી છે. આ બાયોપિક આ શુક્રવારે એટલે કે 24 મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું કે, એક્ઝિટ પોલ અંતિમ પરિણામ નથી, પરંતુ સંકેત છે. જ્યારે પીએમ પદને લઈ પૂછવામાં આવેલ સવાલ પર તેમણે કહ્યું કે કેટલીય વાર મેં સ્પષ્ટ કર્યું છે કે પીએમ પદની રેસમાં હું નથી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે ચૂંટણી લડી છે, નિશ્ચિત રૂપે તેઓ ફરી એકવાપ પીએમ બનશે.

એક્ઝિટ પોલમાં એનડીએને 350 સીટ

એક્ઝિટ પોલમાં એનડીએને 350 સીટ

વિવિધ એક્ઝિટ પોલની વાત કરીએ તો ઈન્ડિયા ટુડે એક્સિસ માઈ ઈન્ડિયા એક્ઝિટ પોલમાં એનડીએને 339-365 સીટ, ન્યૂજ 24 ચાણક્ય એક્ઝિટ પોલમાં એનડીએને 350 સીટ, સીએનએન-ન્યૂજ 18 IPSOSમાં 336 સીટ, એબીપી ન્યૂજ નીલસન એક્ઝિટ પોલમાં એનડીએને 277 સીટ, ઈન્ડિયા ટીવી સીએનએક્સ એક્ઝિટ પોલ મુજબ એનડીએને 300 સીટ, રિપબ્લિક સી વોટરના એક્ઝિટ પોલમાં એનડીએને 287 સીટ, ન્યૂજ નેશન ચેનલના એક્ઝિટ પોલમાં 282થી 290 સીટ તથા ટાઈમ્સ નાઉ વીએમઆરના એક્ઝિટ પોલ મુજબ એનડીએને 306 સીટ પર જીત મળી શકે છે.

કમલનાથ સરકાર પર સંકટ, ભાજપે બહુમત સાબિત કરવાની માંગ કરીકમલનાથ સરકાર પર સંકટ, ભાજપે બહુમત સાબિત કરવાની માંગ કરી

English summary
bhaiyaji joshi met nitin gadkari after exit polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X