For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની ‘ભારત બચાવો' રેલી આજે

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી આજે (શનિવાર) દિલ્લીના રામલીલા મેદાનમાં ‘ભારત બચાવો રેલી' આયોજિત કરવા જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી આજે (શનિવાર) દિલ્લીના રામલીલા મેદાનમાં 'ભારત બચાવો રેલી' આયોજિત કરવા જઈ રહ્યા છે. આ રેલી આર્થિક મંદી, ખેડૂત વિરોધી નીતિઓ, મહિલા હિંસા, બેરોજગારી અને બંધારણ પર હુમલાના વિરોધમાં છે. રેલીમાં ભાગ લેવા માટે દેશના ખૂણે-ખૂણેથી લાખો કોંગ્રેસ કાર્યકર્તા રામલીલા મેદાન પહોંચી રહ્યા છે. દિલ્લીના રામલીલા મેદાનમાં આ રેલી માટે તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.

‘મોદી હે તો મંદી હે'

‘મોદી હે તો મંદી હે'

સૂત્રો મુજબ રેલી માટે કોંગ્રેસનો નારો ‘મોદી હે તો મંદી હે' હશે. આ રેલીમાં કોંગ્રેસ નાગરિક સુધારા કાયદાનો મુદ્દો પણ ઉઠાવશે અને મોદી સરકારને ઘેરવાની કોશિશ કરશે. કોંગ્રેસે સંસદના બંને ગૃહમાં આ કાયદાનો વિરોધ કર્યો હતો અને કહ્યુ હતુ કે આ કાયદા દ્વારા ધર્મના આધારે દેશના ભાગલા પાડવાની કોશિશ કરવામાં આવી છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ કાયદાને સંસદમાં પાસ થવાના દિવસને ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યો હતો.

રાહુલ માટે ફરીથી માહોલ બનાવવાની કોશિશ

રાહુલ માટે ફરીથી માહોલ બનાવવાની કોશિશ

સૂત્રો મુજબ ટીમ રાહુલની કોશિશ છે કે રેલીમાં એક વાર ફરીથી રાહુલને પ્રોજેક્ટ અને તેમના માટે માહોલ તૈયાર કરવાની યોજના છે. લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટીએ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. એવી સંભાવનાઓ પણ છે કે રેલીમાં રાહુલ ગાંધીને એક વાર ફરીથી પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠે. પાર્ટીના નેતાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યુ કે રેલીમાં કોંગ્રેસ કાર્યકર્તા મોટી સંખ્યામાં રાહુલ ગાંધી માસ્ક લગાવેલા દેખાશે. યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ રેલીમાં સંપૂર્ણપણે રાહુલનુ સમર્થન કરતા દેખાશે. કાર્યકર્તાઓના હાથમાં બેનર, પોસ્ટર, ઝંડા હશે, જે પાર્ટી નેતૃત્વ માટે રાહુલના પક્ષમાં માહોલ તૈયાર કરશે.

આ પણ વાંચોઃ નાગરિકતા બિલ લાગૂ કરવાનો આ 5 રાજ્યોનો ઈનકાર, કેન્દ્રએ કહ્યું કે...આ પણ વાંચોઃ નાગરિકતા બિલ લાગૂ કરવાનો આ 5 રાજ્યોનો ઈનકાર, કેન્દ્રએ કહ્યું કે...

યુપીમાં ભારે સંખ્યામાં કાર્યકર્તા પહોંચી રહ્યા દિલ્લી

કોંગ્રેસની ભારત બચાવો રેલીમાં ઉત્તર પ્રદેશથી 40 હજારથી વધુ કાર્યકર્તા દિલ્લી પહોંચી રહ્યા છે. આ રેલીમાં ઉત્તર પ્રદેશની ઐતિહાસિક ભાગીદારી થવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ દ્વારા દરેક વિધાનસભાથી સરેરાશ 200 લોકોને રેલીમાં લઈ જવાની રણનીતિ બનાવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના ખૂણે ખૂણેથી ટ્રેનો, બસો અને ગાડીઓના કાફલાથી લાખો કાર્યકર્તાઓ દિલ્લીમાં પ્રવેશી રહ્યા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં આ રેલી માટે દરેક પદાધિકારીની જવાબદારી નક્કી હતી. રેલીને સફળ બનાવવા માટે મંડળ પ્રભારી બનાવવામાં આવ્યા હતા. પાર્ટીના જૂના નેતા પણ પોતાના સમર્થકો સાથે દિલ્લી પહોંચી રહ્યા છે.

English summary
'Bharat Bachao' rally of Congress today at Delhi's Ramlila Maidan aginst BJP's 'divisive and disruptive' politics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X