પેટ્રોલ-ડીઝલ અને ખેડૂતો પર કંઈ નથી બોલતા પીએમ મોદીઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ રામલીલા મેદાનથી મોદી સરકાર સામે હુમલો કર્યો છે. નરેન્દ્ર મોદીએ 2014 માં મોટા મોટા વચનો આપ્યા હતા પરંતુ તે વચનોને તેમણે પૂરા કર્યા નહિ.
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો સામે કોંગ્રેસે આજે ભારત બંધ આપ્યુ છે. કોંગ્રેસના આ ભારત બંધને 21 રાજકીય પક્ષોએ પોતાનું સમર્થ આપ્યુ છે. સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો સામે દિલ્હીના રામલીલા મેદાનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ જમા થયા છે જેમાં યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, શરદ પવાર, રાહુલ ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ હાજર છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કર્યો છે.

રાહુલનો પીએમ મોદી પર હુમલો
રાહુલ ગાંધીએ રામલીલા મેદાનથી મોદી સરકાર સામે હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે જનતાએ પીએમ મોદી પર 2014 માં ભરોસો કર્યો. રાહુલે કહ્યુ કે નરેન્દ્ર મોદીએ 2014 માં મોટા મોટા વચનો આપ્યા હતા પરંતુ તે વચનોને તેમણે પૂરા કર્યા નહિ. આજે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો પર પીએમ મોદી ચૂપ છે. રાહુલે કહ્યુ કે વધતી મોંઘવારી, ખેડૂતોની આત્મહત્યા, રોજગારના મુદ્દે, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો પર તે ચૂપ છે. દેશ તેનો જવાબ સાંભળવા માંગે છે પરંતુ પીએમ મોદી કંઈ બોલતા નથી. તે જ્યાં પણ જાય છે ત્યાં લોકોમાં ભાગલા પડાવવાની વાત કરે છે અને જાતિ-ધર્મના નામ પર લોકોને લડાવવાની વાતો કરે છે.

‘પીએમ મોદી કંઈ બોલતા નથી'
મોદી સરકાર પર મોટો હુમલો કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે પીએમ મોદી માત્ર ભાષણો આપે છે. રાહુલ ગાંધીએ ફરીથી એકવાર રાફેલ મુદ્દે હુમલો કરતા કહ્યુ કે દેશની જનતાના પૈસા ચોરી થયા છે તો તેના માટે પીએમ મોદી જવાબદાર છે. રાહુલ ગાંધીએ નોટબંધી અંગે પણ હુમલો કર્યો અને કહ્યુ કે પીએમ મોદી આજ સુધી નોટબંધીનો ફાયદો બતાવી શક્યા નથી. જીએસટી અંગે તેમણે કહ્યુ કતે વેપાર પર ખરાબ અસર પડી છે.

રાફેલથી લઈ નોટબંધી સુધી ઘેર્યા
રાહુલ ગાંધીએ કહ્યુ કે પેટ્રોલ ડીઝલના વધતા ભાવો પર પીએમ મોદીની વાત દેશ સાંભળવા માંગે છે પરંતુ તે ચૂપ છે. તેમણે કહ્યુ કે પીએમ સ્વચ્છ ભારતની વાત કરે છે અને કહે છે કે લાખો શૌચાલય બનાવી દીધા પરંતુ પાણી હોતુ જ નથી. રાહુલ ગાંધીએ કહ્યુ કે 2019 માં મોદી સરકારને બધા વિપક્ષી દળો મળીને હરાવવાનું કામ કરશે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
