For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેન્નઈમાં પ્રદર્શનકારી ખેડૂતોએ તોડ્યા બેરીકેડ્ઝ, પોલિસે અટકાયતમાં લીધા, જુઓ Video

ઉત્તર ભારત બાદ હવે તમિલનાડુમાં પણ ખેડૂતોનુ આંદોલન તેજ થઈ ચૂક્યુ છે.

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ ઉત્તર ભારત બાદ હવે તમિલનાડુમાં પણ ખેડૂતોનુ આંદોલન તેજ થઈ ચૂક્યુ છે. ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા પ્રદર્શનકારીઓએ આજે ખેડૂત સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધના સમર્થનમાં ચેન્નઈના અન્ના સલાઈ વિસ્તારમાં પોલિસ બેરીકેડ્ઝ તોડી દીધા. પ્રદર્શનકારીઓને પોલિસે અટકાયતમાં લઈ લીધા છે. માકપા રાજ્ય સચિવ બાલકૃષ્ણને કહ્યુ કે તમિલનાડુ ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે અને મોદી સરકાર કાયદા પાછા લેવાનો ઈનકાર કરી રહી છે. સંઘર્ષ ચાલુ રહેશે અને વધુ તેજ થશે.

farmers

તમને જણાવી દઈએ કે કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં આજે સમગ્ર દેશમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા ભારત બંધનુ એલાન આપવામાં આવ્યુ છે. સંયુક્ત કિસાન મોરચાએ આજે ભારત બંધના એલાનના કારણે નોઈડાના રસ્તા પર લાંબો જામ લાગેલો છે. ગુરુગ્રામ હાઈવે પર પણ ગાડીઓની લાંબી લાઈનો લાગેલી છે. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોએ ગાઝીપુર બૉર્ડર પર NH-9 અને NH-24 સંપૂર્ણપણે જામ કરી દીધો છે.

દિલ્લી-અમૃતસર નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ખેડૂતોના ભારત બંધને રાજકીય પક્ષોએ સમર્થન આપ્યુ છે. સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી ખેડૂતોએ ભારત બંધનુ આહ્વાન કર્યુ છે. ખેડૂતોએ ગાઝીપુર બૉર્ડર પર પર NH-9 અને NH-24ને જામ કરી દીધો છે.

English summary
Bharat Bandh: Farmers broke barricades in Chennai during Protest, police detained.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X