For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bharat Bandh: રાહુલ ગાંધીએ કહ્યુ - આંદોલન શાંતિપૂર્ણ રહે, આજે ભારત બંધ છે'

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ વિશે એક ટ્વિટ કર્યુ છે જેમાં તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નવા કૃષિ કાયદા સામે ચાલી રહેલ ખેડૂતોના આંદોલનને આજે 4 મહિના પૂરા થઈ ગયા છે પરંતુ ખેડૂત કે સરકાર કોઈ પણ પોતાની વાતથી ટસ કે મસ નથી થઈ રહ્યા. ચાર મહિના પૂરા થયા બાદ ખેડૂત સંગઠનોએ આજે ભારત બંધનુ આહ્વાન કર્યુ છે. બંધના કારણે દેશના ઘણા ભાગોમાં આજે રેલવે અને માર્ગ પરિવહન પ્રભાવિત છે. સંયુક્ત કિસાન મોરચાના જણાવ્યા મુજબ ભારત બંધ આજે સવારે છ વાગ્યાથી શરુ થઈ ગયુ કે જે સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે.

rahul gandhi

વળી, બીજી તરફ ઘણા રાજકીય પક્ષોએ આ બંધનુ સમર્થન કર્યુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ વિશે એક ટ્વિટ કર્યુ છે જેમાં તેમણે મોદી સરકાર પર નિશાન સાધીને કહ્યુ છે કે ભારતનો ઈતિહાસ સાક્ષી છે કે સત્યાગ્રહથી જ અત્યાચાર, અન્યાય તેમજ અહંકારનો અંત આવે છે. આંદોલન દેશહિતમાં અને શાંતિપૂર્ણ રહે! આજે ભારત બંધ છે. દરેક રાજ્યમાંથી એક જ અવાજ - કૃષિ વિરોધી કાયદા પાછા લો!

જો કે આ પહેલી વાર નથી જ્યારે રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલન માટે સરકાર પર નિશાન સાધ્યુ હોય. તેમણે આ પહેલા ઘણી વાર નવા કૃષિ કાયદા માટે સરકારને ઘેરી છે. તેમણે આ પહેલા પણ ટ્વિટ કર્યુ હતુ કે તે ખેડૂતોને ધર્મ-સમાજ-રાજ્યોમાં વહેંચવા લાગ્યા છે પરંતુ ખેડૂતો રાષ્ટ્ર એકતાના સિદ્ધાંત પર અડગ છે. દરેક રાજ્યમાંથી એક જ અવાજ - કૃષિ વિરોધી કાયદા પાછા લો!

વળી, 23 માર્ચે શહીદ દિવસે રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ હતુ કે બૉર્ડર પર જવાનોના, દિલ્લી સીમા પર ખેડૂતોના કેન્દ્ર સરકાર જવાબ આપો, તેમની શહીદીના અપમાનનો! અને પોતાના 20 માર્ચના ટ્વિટમાં રાહુલ ગાંધીએ લખ્યુ હતુ કે કૃષિ વિરોધી સરકારે ત્રણે કાયદા પાછા લેવા જ પડશે. 56 છોડો, અમે એક ઈંચ પણ પાછા નહિ હટીએ! ના ડરીશુ, ના ઝુકીશુ, અત્યાચારનો સામનો સત્યાગ્રહથી કરીશુ. ત્રણે કૃષિ વિરોધી કાયદા પાછા લેવા જ પડશે.

Bank Holidays: 27 માર્ચથી 4 એપ્રિલ સુધી 7 દિવસ બેંક બંધBank Holidays: 27 માર્ચથી 4 એપ્રિલ સુધી 7 દિવસ બેંક બંધ

English summary
Bharat Bandh: Rahul Gandhi says may the movement be in the interest of the country and be peaceful.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X