For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાકેશ ટિકૈત ભારત બંધ કરીને પોતાની આતંકવાદી પ્રવૃત્તિઓ વધારવા માંગે છે

ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાનુ પ્રતાપે ભારત બંધનો વિરોધ કરતા રાકેશ ટિકૈત પર આકરા પ્રહાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

Bharat Bandh : ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાનુ પ્રતાપે ભારત બંધનો વિરોધ કરતા રાકેશ ટિકૈત પર આકરા પ્રહાર કર્યો છે. ભાનુ પ્રતાપે કહ્યું કે, રાકેશ ટિકૈત તાલિબાનોએ અફઘાનિસ્તાન પર જે રીતે કબ્જો કર્યો છે, તે રીતે આવી પ્રવૃત્તિઓ વધારવા માંગે છે. શું રાકેશ ટિકૈત ભારત બંધ કરીને પોતાની આતંકવાદી પ્રવૃત્તિઓ વધારવા માંગે છે?

bhanu pratap

ભારત બંધ અર્થતંત્રને અસર કરશે

ભાનુ પ્રતાપે કહ્યું કે, ભારત બંધ અર્થતંત્રને અસર કરશે. હું તમામ પદાધિકારીઓ, બ્લોક, જિલ્લા, મંડળ, રાજ્યને આહ્વાન કરું છું કે કોઈએ ભારત બંધને સહકાર ન આપવો અને તેનો વિરોધ કરવો. સરકારે આવા સંગઠનોને દબાવવાનો પ્રયાસ કરવો જોઈએ, જે આતંકવાદી પ્રવૃત્તિઓમાં શામેલ છે. ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરતા 40 થી વધુ ખેડૂત સંગઠનોના સંગઠન યુનાઇટેડ કિસાન મોરચાએ સોમવારના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે.

સંયુક્ત કિસાન મોરચાનું કહેવું છે કે, ખેડૂતોના આ ઐતિહાસિક સંઘર્ષના 10 મહિના પૂરા થવા પર કેન્દ્ર સરકાર સામે સોમવારના રોજ એટલે કે, 27 સપ્ટેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે ભારત બંધ અંતર્ગત સવારે 6 થી સાંજે 4 કલાક બંધ સુધી રહેશે.

ઇમરજન્સી સેવાઓમાં આપવામાં આવી છૂટછાટ

મોરચા અનુસાર ખેડૂતોના ભારત બંધ દરમિયાન દેશભરમાં તમામ સરકારી અને ખાનગી કચેરીઓ, શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓ, દુકાનો, ઉદ્યોગો અને વ્યાપારી સંસ્થાઓ તેમજ જાહેર કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમો બંધ રહેશે. જો કે, હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ, રાહત અને બચાવ કામગીરી અને આવશ્યક સેવાઓ અને વ્યક્તિગત ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા લોકો સહિત તમામ કટોકટી સંસ્થાઓને મુક્તિ આપવામાં આવશે.

DND પર ટ્રાફિક જામ, વાહનોની લાંબી લાઇન

ભારત બંધના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નોઇડા અને દિલ્હીને જોડતા DND પર ભારે જામ હતો. અનેક કિલોમીટર લાંબી વાહનોની લાઇન લાગી હતી. લોકોને દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર ટ્રાફિક જામનો પણ સામનો કરવો પડ્યો હતો. આ સિવાય અક્ષરધામ, નોઈડા લિંક રોડ, ગાઝીપુર રોડ, જીટી રોડ, વજીરાબાદ રોડ, એનએચ 1 અને દિલ્હી-ગુડગાંવ એક્સપ્રેસ વે પર પણ વાહનો ચાલે છે.

ઉલ્લેખનીય છે કે, ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓના વિરોધમાં દેશભરમાં 40 ખેડૂત સંગઠનોએ યુનાઈટેડ કિસાન મોરચા (SKM)ના નેતૃત્વ હેઠળ સોમવારના રોજ એટલે કે આદે "ભારત બંધ" ની હાકલ કરી હતી. કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા 27 સપ્ટેમ્બરના રોજ Bharat Bandh એટલે કે, રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે સમગ્ર દેશમાં બંધ પાળવામાં આવી રહ્યું છે. ખેડૂતોના આ ભારત બંધને અનેક રાજકીય પક્ષોનું સમર્થન મળ્યું છે.

ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં 27 સપ્ટેમ્બરના રોજ ખેડૂતો દ્વારા જાહેર કરાયેલા Bharat Bandh અથવા રાષ્ટ્રવ્યાપી હડતાલને અનેક રાજકીય પક્ષોનું સમર્થન મળ્યું છે. સોમવારના રોજ ભારત બંધનું નેતૃત્વ યુનાઇટેડ કિસાન મોરચા (SKM) કરી રહ્યું છે.

English summary
Bhanu Pratap, national president of the Indian Farmers Union (BKU), has slammed Rakesh Tikait for opposing the Bharat bandh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X