For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bharat Jodo Yatra: જમ્મુ કાશ્મીર ખરાબ હવામાન અને ભૂસ્ખલનના કારણે રામબન, બનિહાલમાં બપોરની યાત્રા રદ

કોંગ્રેસની ભારત જોડો યાત્રા જમ્મુ કાશ્મીર ખરાબ હવામાન અને ભૂસ્ખલનના લીધે રામબન અને બનિહાલમાં રદ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

Bharat Jodo Yatra: કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં પોતાના અંતિમ પડાવ જમ્મુ કાશ્મીરમાં છે. બુધવારે સવારે શરુ થયેલી યાત્રા ખરાબ હવામાન અને ભૂસ્ખલનના કારણે બપોર માટે સ્થગિત કરી દેવામાં આવી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યુ કે ખરાબ હવામાન અને ઘણી જગ્યાએ ભૂસ્ખલનના કારણે રામબન અને બનિહાલમાં ભારત જોડોની બપોરની યાત્રા રદ કરવામાં આવી છે. 27 જાન્યુઆરીએ સવારે 8 વાગે ફરીથી યાત્રા શરુ થશે.

Bharat Jodo Yatra

તમને જણાવી દઈએ કે અગાઉ આજે બુધવારે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે તેને રદ કરવી પડી હતી. 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસના કારણે એક દિવસના વિરામ બાદ શુક્રવારે યાત્રા ફરી શરૂ થશે. નોંધનીય છે કે રાહુલ ગાંધી ગયા ગુરુવારે તેમની ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસીઓ સાથે હાથમાં મશાલ અને ત્રિરંગો લઈને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ્યા હતા. આગામી 30મી જાન્યુઆરીએ શ્રીનગરમાં તે પોતાની યાત્રાનુ સમાપન કરશે.

રાહુલ ગાંધીએ મંગળવારે ભારત જોડો યાત્રામાં લોકોને સંબોધિત કરીને 'સત્યને દબાવવા'નો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યુ કે 'સત્યને બહાર આવતા કોઈ રોકી શકશે નહિ'. રાહુલ ગાંધીએ 2002ના ગુજરાત રમખાણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંડોવણીનો પર્દાફાશ કરનાર વિવાદાસ્પદ બીબીસી ડૉક્યુમેન્ટ્રી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન'ની લિંકને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને યુટ્યુબ પર બ્લૉક કરવાના સરકારના નિર્દેશનો જવાબ આપતા આ કહ્યુ હતુ.

રાહુલ ગાંધીએ કહ્યુ કે તમે પ્રતિબંધ લગાવી શકો છો, તમે પ્રેસને દબાવી શકો છો, તમે સંસ્થાઓને નિયંત્રિત કરી શકો છો, તમે સીબીઆઈ, ઈડીનો ઉપયોગ કરી શકો છો... પરંતુ સત્ય એ સત્ય છે. સત્ય ચમકે છે. બહાર નીકળવાની ગંદી આદત છે. માટે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ, દમન અને લોકોને ધાકધમકી સત્ય બહાર આવતા અટકાવશે નહિ.

English summary
Bharat Jodo afternoon yatra cancelled in Ramban and Banihal due to bad weather and landslides
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X