For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત જોડો યાત્રા મશાલો અને તિરંગા સાથે કાશ્મીરમાં પ્રવેશી, જુઓ વીડિયો

ભારત જોડો યાત્રા હરિયાણામાંથી લખનપુરની કાશ્મીરમાં પ્રવેશી છે. આજે અનોખા અંદાજમાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ સાથે યાત્રા હાથમાં મશાલ અને તિરંગા સાથે કાશ્મીરમાં પ્રવેશી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

રાહુલ ગાંધીની આગેવાની વાળી કોંગ્રેસની ભારત જોડો યાત્રા હવે પુરી થવામાં છે. યાત્રા તેના છેલ્લા પડાવમાં કાશ્મીરમાં પહોંચી ગઈ છે. ભારત જોડો યાત્રા હરિયાણામાંથી લખનપુરની કાશ્મીરમાં પ્રવેશી છે. આજે અનોખા અંદાજમાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ સાથે યાત્રા હાથમાં મશાલ અને તિરંગા સાથે કાશ્મીરમાં પ્રવેશી હતી.

Bharat Jodo Yatra

સાંજ પડતા મોટી સંખ્યામાં લોકો રાહુલ ગાંધી સાથે પદયાત્રામાં જોડાયા હતા. પરંપરાગત હસ્તાંતરણ સમારોહમાં પંજાબ કોંગ્રેસ એકમે તેની જમ્મુ અને કાશ્મીર પાંખના નેતાને પક્ષનો ધ્વજ સોંપ્યો હતો. યાત્રાના સામે આવેલા વીડિયોમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ રાતના અંધારામાં હાથમાં મશાલ સાથે આગળ વધી રહેલા જોઈ શકાય છે.

રાહુલ ગાંધીએ કાશ્મીરમાં એન્ટ્રી લેતા કહ્યું કે, આ ભૂમી મારા વડવાઓની છે અને લાગ્યું કે હું ઘરે પરત ફરી રહ્યા છે. હું મારા મૂળમાં પાછો જઈ રહ્યો છું, મને જમ્મુ-કાશ્મીરના લોકોનું દુઃખ ખબર છે અને હું માથું નીચુ રાખીને તમારી પાસે આવું છું.

અહીં બીજી વખત ભારત જોડો યાત્રા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, હું આંખો બંધ કરું તે પહેલા હું મારા ધર્મનિરપેક્ષ ભારતને ફરીથી જોવા માંગુ છું, જ્યાં દરેકનું સન્માન કરવામાં આવે. અહીં રાહુલ ગાંધી કેન્દ્ર પર લોકોનું ધ્યાન હટાવવા અને પછી તેમને લૂંટવા માટે બેફામ લૂંટનો કરવાનો આરોપ લગાવ્યો હતો.

English summary
Bharat Jodo Yatra enters Kashmir with torches and tricolor, watch video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X