For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળકોએ પિગી બેંક આપી કહ્યુ યાત્રા માટે પૈસા ઓછા પડે તો આમાંથી લઈ લેજો, રાહુલ ગાંધી બોલ્યા - આ મારા માટે અનમોલ

રવિવારે રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કર્યો. જેમાં અમુક બાળકો રાહુલ ગાંધીને પિગી બેંક એટલે કે ગુલ્લક આપતા દેખાઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

Bharat Jodo Yatra: કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં મધ્ય પ્રદેશમાં છે. દેશના દક્ષિણ ભાગોને કવર કર્યા બાદ તે કાશ્મીર તરફ આગળ વધી રહી છે. આ યાત્રા દરમિયાન લોકો સાથે વાતચીતના વીડિયો અને ફોટા રોજ કોંગ્રેસ પોતાના ટ્વિટર પર શેર કરે છે. રવિવારે રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કર્યો. જેમાં અમુક બાળકો રાહુલ ગાંધીને પિગી બેંક એટલે કે ગુલ્લક આપતા દેખાઈ રહ્યા છે. ગુલ્લક આપતી વખતે બાળકોએ કહ્યુ, 'જો ભારત જોડો યાત્રા માટે પૈસા ઓછા પડે તો અમારી પાસેથી લેજો.' આ વીડિયો શેર કરીને રાહુલ ગાંધીએ કહ્યુ કે, 'આ ગુલ્લક મારા માટે અનમોલ છે, અપાર પ્રેમનો ખજાનો છે.'

રાહુલ ગાંધીએ કહ્યુ - અપાર સ્નેહનો ખજાનો છે આ

રાહુલ ગાંધીએ કહ્યુ - અપાર સ્નેહનો ખજાનો છે આ

વીડિયો શેર કરતાં રાહુલ ગાંધીએ લખ્યુ કે, 'બલિદાન અને નિઃસ્વાર્થતા બાળપણમાં મેળવેલા મૂલ્યોમાંથી આવે છે. આ પિગી બેંક મારા માટે અમૂલ્ય છે, અપાર પ્રેમનો ખજાનો છે.' આ વીડિયો ભારત જોડો યાત્રા દરમિયાન મધ્ય પ્રદેશનો છે. પિગી બેંક આપનાર બાળક યશ રાજ પરમાર વીડિયોમાં કહે છે, 'તેઓ (રાહુલ ગાંધી) બધાને સાથે લઈને ચાલી રહ્યા છે. તેથી જ મેં આજે મારી પિગી બેંક તેમને આપી દીધી છે. હું પણ ભારત જોડો યાત્રામાં મારો ભાગ આપવા માંગુ છુ.'

બાળકે રાહુલ ગાંધીને કહ્યુ - સર, આ તમારા માટે છે

બાળકે રાહુલ ગાંધીને કહ્યુ - સર, આ તમારા માટે છે

વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી પિગી બેંક સાથે બાળકના કપાળ પર ચુંબન કરે છે અને તમારો ખૂબ ખૂબ આભાર કહે છે. તે પછી રાહુલ ગાંધી આ પિગી બેંક કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને આપે છે અને કહે છે કે આ યાત્રા માટે છે. બાળકે રાહુલ ગાંધીને પિગી બેંક આપતી વખતે કહ્યુ, 'સર, આ તમારા માટે છે. જો તમને મુસાફરી દરમિયાન મારા પૈસાની જરૂર હોય તો લઈ લેજો. આ પૈસા મે મારી પોકેટ મનીમાંથી જમા કર્યા છે.'

'આ યાત્રા હિંદુ-મુસ્લિમની દુશ્મની ખતમ કરશે'

'આ યાત્રા હિંદુ-મુસ્લિમની દુશ્મની ખતમ કરશે'

ભારત જોડો યાત્રા વિશેની તેની સમજણ વિશે બોલતા બાળકે કહ્યુ, 'હું યાત્રા વિશે જે સમજુ છુ તે એ છે કે તે સમુદાયો વચ્ચેની દુશ્મનાવટનો અંત લાવશે. ભારત જોડોનો અર્થ છે કે તમામ સમુદાયો સમાન છે. આ યાત્રા હિન્દુ-મુસ્લિમ વચ્ચેની દુશ્મનીનો અંત લાવશે. ગયા અઠવાડિયે, કોંગ્રેસે પીએમ મોદીને એક વીડિયો પર ટિપ્પણી કરી હતી જેમાં એક યુવતી ભાજપના વખાણ કરતી જોવા મળી હતી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ભારતના ચૂંટણી પંચ(ECI) અને નેશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સ(NCPCR)ને કહ્યુ કે આ કાયદાનુ સ્પષ્ટ ઉલ્લંઘન છે.

English summary
Bharat Jodo Yatra: Rahul Gandhi tweet thank-you to children for a piggy bank, see video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X