For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, ‘ભારત રત્ન' પુરસ્કાર સાથે મળે છે કઈ કઈ સુવિધાઓ

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ગાયક ભૂપેન હજારિકા અને ભારતીય જનસંઘના નેતા નાનાજી દેશમુખને ભારત રત્ન પુરસ્કાર મળવા સાથે બીજી કઈ કઈ સુવિધાઓ મળે છે તે જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ગાયક ભૂપેન હજારિકા અને ભારતીય જનસંઘના નેતા નાનાજી દેશમુખને ગુરુવારે દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન 'ભારત રત્ન'થી સમ્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પુરસ્કાર આપ્યો. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને સીજેઆઈ રંજન ગોગોઈ સહિત ઘણી દિગ્ગજ હસ્તીઓ હાજર હતી. ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને મરણોપરાંત આ સમ્માન આપવામાં આવ્યુ છે. આ ત્રણેને ભારત રત્ન પુરસ્કાર મળવા સાથે બીજી કઈ કઈ સુવિધાઓ મળે છે.

સરકારી સેવાઓમાં મળે છે સુવિધાઓ

સરકારી સેવાઓમાં મળે છે સુવિધાઓ

ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સમ્માન છે. જો કે ભારત રત્ન પુરસ્કાર હેઠળ કોઈ રકમ આપવામાં આવતી નથી. આ સમ્માન મેળવનાર વ્યક્તિને ભારત સરકાર તરફથી એક પ્રમાણપત્ર એક તમગા આપવામાં આવે છે. ભારત રત્ન એક તાંબાના બનેલા પીપળના પત્તા જેવુ હોય છે જેમાં સામેની તરફ પ્લેટિનમથી સૂરજનું ચિત્ર બનેલુ હોય છે. આના પર સામેની તરફ સૂરજના ચિત્ર સાથે ભારત રત્ન લખેલુ હોય છે. ભારત રત્નથી સમ્માનિત વ્યક્તિને સરકારી સેવાઓમાં અમુક સુવિધાઓ આપવામાં આવે છે. એટલે કે વૉરંટ ઑફ પ્રેસિડન્ટમાં ભારત રત્ન મેળવનારાઓને જગ્યા આપવામાં આવે છે. વૉરંટ ઑફ પ્રેસિડન્ટનો ઉપયોગ સરકારી કાર્યક્રમોમાં લોકોને અગ્રતા આપવા માટે હોય છે.

રેલવે અને ડીટીસીમાં મફત પ્રવાસ

રેલવે અને ડીટીસીમાં મફત પ્રવાસ

આ ઉપરાંત ભારત રત્ન મેળવનારને પ્રોટોકૉલમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ, પૂર્વ રાષ્ટ્રપતિ, ઉપ પ્રધાનમંત્રી, મુખ્ય ન્યાયાધીશ, લોકસભા સ્પીકર, કેબિનેટ મંત્રી, મુખ્યમંત્રી, પૂર્વ પ્રધાનમંત્રી અને સંસદના બંને ગૃહોમાં વિપક્ષના નેતા બાદ જગ્યા આપવામાં આવે છે. ભારત રત્ન મેળવનારને ભારતીય રેલવે તરફથી મફત પ્રવાસની સુવિધા આપવામાં આવે છે. સરકારી કાર્યક્રમોમાં શામેલ થવા માટે સરકાર તરફથી ભારત રત્ન મેળવનારને નિમંત્રણ આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકાર પણ ભારત રત્નથી સમ્માનિત વ્યક્તિને અમુક ખાસ સુવિધાઓ આપે છે. દિલ્લી સરકાર, દિલ્લી પરિવહન નિગમની બસોમાં ભારત રત્ન મેળવનારને મફત પ્રવાસની સુવિધા આપે છે.

ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને મરણોપરાંત ભારત રત્ન

ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને મરણોપરાંત ભારત રત્ન

તમને જણાવી દઈએ કે ભારત રત્ન સમ્માનનું એલાન ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર 25 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યુ હતુ. ગુરુવારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પોતાનુ સમ્માન લેવા સ્વયં રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. વળી, દિવંગત નાનાજી દેશમુખની જગ્યાએ દીન દયાળ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના ચેરમેન વીરેન્દ્રજીત સિંહે ભારત રત્ન સમ્માન ગ્રહણ કર્યુ. ગાયક ભૂપેન હજારિકની જગ્યાએ તેમના પુત્ર તેજ હજારિકા ભારત રત્ન સમ્માન મેળવ્યુ.

આ પણ વાંચોઃ ગુજરાત સહિત દેશના આ 7 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જરૂર વિના ઘરમાંથી બહાર ન નીકળોઆ પણ વાંચોઃ ગુજરાત સહિત દેશના આ 7 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જરૂર વિના ઘરમાંથી બહાર ન નીકળો

મહત્વના યોગદાન માટે આપવામાં આવ્યુ ભારત રત્ન

મહત્વના યોગદાન માટે આપવામાં આવ્યુ ભારત રત્ન

પ્રણવ મુખર્જી દેશના એ નેતાઓમાંના એક છે જેમણે ન માત્ર સત્તા પક્ષ પરંતુ વિપક્ષી દળોના નેતાઓને પણ હંમેશા સમ્માન મળ્યુ. વળી, નાનાજી દેશમુખ ભારતીય જનસંઘના દિગ્ગજ નેતા અને સમાજસેવી હતા. નાનાજીએ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સમાજસેવા ક્ષેત્રમાં ઘણુ કામ કર્યુ હતુ. ભૂપેન હજારિકા એક ઉત્કૃષ્ટ ગાયક, કવિ, ગીતકાર, સંગીતકાર, ફિલ્મકાર અને લેખત હતા. તેમણે ગંગા નદીની દૂર્દશા વિશે ‘ઓ ગંગા બહેતી હે ક્યુ', જેને ન માત્ર દેશ પરંતુ વિદેશોમાં પણ ખૂબ પ્રશંસા મળી.

English summary
Bharat Ratna Benefits: Know The Facts About Bharat Ratna.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X