For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજાનથી થાય છે સાધુ-સંતોનુ ધ્યાન ભંગ, લાઉડસ્પીકર ન વગાડવુઃ ભોપાલની MP પ્રજ્ઞા ઠાકુર

વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુર ફરીથી કંઈક એવુ બોલી ગયા જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

ભોપાલઃ વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુર ફરીથી કંઈક એવુ બોલી ગયા જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો થઈ શકે છે. પ્રજ્ઞા ઠાકુરે કહ્યુ છે કે અજાનથી સવાર-સવારમાં અવાજ કરવો યોગ્ય નથી. તેમણે કહ્યુ કે જ્યારે અમે લાઉડસ્પીકર લગાવીએ ત્યારે વિધર્મીઓને વાંધો થાય છે પરંતુ અજાનનો મોટો અવાજથી સાધુ-સંતોનુ ધ્યાન ભંગ થાય છે. પ્રજ્ઞાએ કહ્યુ - 'આવુ ન થાય, આનાથી દર્દીઓને પણ મુશ્કેલી થાય છે.'

pragya thakur

તમને જણાવી દઈએ કે પ્રજ્ઞા ભોપાલમાં ભાજપના સાંસદ છે અને તે હિંદુવાદી વિચારધારા ધરાવે છે. તે ગાંધીજીના હત્યારા નાથૂરામ ગોડસેને ઘણી વાર ડિફેન્ડ કરી ચૂક્યા છે. જેના માટે તેમનો ખાસો વિરોધ પણ થયો હતો. તે મુસ્લિમ નેતાઓ પર પણ આકરી ટિપ્પણીઓ કરી ચૂક્યા છે. હવે પ્રજ્ઞા ઠાકુરનુ કહેવુ છે કે મસ્જિદોમાં અજાન સાધુ-સંતોનુ ધ્યાન ભંગ કરે છે. તેમણે કહ્યુ કે ઈસ્લામમાં બીજા ધર્મનો અવાજ સાંભળવાને યોગ્ય ન માનવાની વાતો થવા લાગે છે પરંતુ તેમણે પોતાના પર પણ ધ્યાન આપવુ જોઈએ. અજાનના અવાજથી માત્ર સાધુ-સંતો જ નહિ પરંતુ દર્દીઓને પણ મુશ્કેલી થાય છે.

વાસ્તવામાં પ્રજ્ઞા મંગળવારની રાતે રામ-મંદિરના એક કાર્યક્રમમાં સંબોધન કરવા પહોંચ્યા હતા. જ્યાં પોતાના સંબોધનમાં તેમણે અજાનના અવાજ વિશે ટિપ્પણી કરી. તેમણે કહ્યુ કે સવારે પાંચ વાગ્યા આસપાસ મોટા અવાજો આવવા લાગે છે. આનાથી તમામ બિમારીઓના દર્દીઓની ઉંઘ ઉડી જાય છે અને તેમને તકલીફ થાય છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં સાધુ-સંતોનો સાધનાનો સમય છે અને આરતી પણ એ દરમિયાન થાય છે તેમછતાં પણ સવાર-સવારમાં મોટા અવાજો આવવા લાગે છે. હું કહી રહી છુ કે લાઉડસ્પીકર પર સવાર-સવારમાં આટલા મોટા અવાજો કરવા યોગ્ય નથી.

English summary
Bhopal MP Pragya Thakur gave strange statement, says- Ajan disturbs the attention of saints
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X