હૈદરાબાદ બ્લાસ્ટ: આતંકવાદીઓએ પોતે બનાવી હતી સાઇકલ !

તપાસમાં જોડાયેલા સ્થાનિક અધિકારીઓનો દાવો છે કે વિસ્ફોટમાં ઉપયોગ કરવામાં આવેલી સાઇકલ કોઇ એક દુકાનમાંથી ખરીદવામાં આવી ન હતી. આતંકવાદીઓએ બ્લાસ્ટ બાદ તપાસને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રમાણે કર્યું હતું.
હૈદરાબાદ પોલીસે રવિવારે રાત્રે સાઇકલનો ફોટો જાહેર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ક્ષતિગ્રસ્ત સાઇકલ કોર્ણાક થિયેટર નજીક એઆઇ મિર્ચી સેન્ટરની સામેથી મળી આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 21 ફેબ્રુઆરીએ થયેલા આ બોમ્બ વિસ્ફોટમાં 17 લોકોના મોત નિપજ્યાં હતા જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.












Click it and Unblock the Notifications
