India TV-CNX exit poll : ગ્રેટર બેંગ્લોરમાં કોંગ્રેસને મોટો ફાયદો, જાણો રાજ્યમાં કોને કેટલી સીટ?
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન પુરૂ થઈ રહ્યું છે. મતદાન બાદ એક પછી એક સર્વે સામે આવી રહ્યા છે ત્યારે હવે India TV-CNX exit poll સામે આવ્યો છે. આ વધુ એક પોલમાં પણ કોંગ્રેસ બીજેપી પર ભારે પડતી જોવા મળી રહી છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ન્યૂઝ ચેનલોએ એક્ઝિટ પોલના સંભવિત પરિણામો જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. કર્ણાટકની 224 વિધાનસભા સીટો માટે આ વખતે બીજેપી, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. બુધવારે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના ટ્રેન્ડ આવવા લાગ્યા છે.

આ પોલ અનુસાર, બીજેપીને 13થી 15 બેઠકો મળી શકે છે. અહીં બીજેપીને ત્રણ બેઠકોનો ફાયદો દેખાઈ રહ્યો છે. કોંગ્રેસને 16થી 18 બેઠકો મળે તેમ છે. બીજી તરફ જેડીએને એકથી બે બેઠકો મળી શકે છે.
હૈદરાબાદ કર્ણાટક - 6 જિલ્લા - 40 વિધાનસભા બેઠકો
ભાજપ- 8-10
કોંગ્રેસ - 27-31
જેડી-એસ- 0-2












Click it and Unblock the Notifications
