For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ સરકારની મોટી જાહેરાત, ડાંગર પકવતા ખેડુતોને મળશે આ લાભ!

25 હજાર નવી સરકારી નોકરીઓનો દાવો કરીને પંજાબમાં સત્તામાં આવેલી આમ આદમી પાર્ટીની સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ચંડીગઢ : 25 હજાર નવી સરકારી નોકરીઓનો દાવો કરીને પંજાબમાં સત્તામાં આવેલી આમ આદમી પાર્ટીની સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. બુધવારે ચંદીગઢના સિવિલ સચિવાલયમાં મળેલી બેઠકમાં 1,766 નિવૃત્ત પટવારીની ભરતી કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

bhagwant mann

આ મુદ્દે મહેસૂલ મંત્રી બ્રહ્માશંકર ઝિમ્પાએ જણાવ્યું કે 1090 પટવારીઓની ભરતી કરવામાં આવી હતી પરંતુ તેમનો પ્રોબેશન સમયગાળો 2 વર્ષનો છે. ત્યાં સુધી કામકાજ ચલાવવુ જરૂરી છે. આથી આ પગલું ભરવામાં આવ્યું છે. ઝિમ્પાએ કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં પટવારીઓ નથી. અગાઉની સરકારોએ આ તરફ ધ્યાન આપ્યું ન હતું. માત્ર એવા જ નિવૃત પટવારીની ભરતી કરવામાં આવશે, જેમના પર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી.

માન સરકારે કેબિનેટની બેઠકમાં ડાંગરની સીધી વાવણી માટે પ્રતિ એકર રૂપિયા 1500ના વળતરને મંજૂરી આપી છે. સીએમ ભગવંત માન પહેલા જ આની જાહેરાત કરી ચૂક્યા છે.

તેમનું કહેવું છે કે આનાથી ભૂગર્ભ જળ બચાવવામાં મદદ મળશે. મહેસૂલ મંત્રી ઝિમ્પાએ કહ્યું કે સરકારને ખાતરી છે કે જો ડાંગરનું સીધું વાવેતર કરવામાં આવે તો એક વર્ષમાં 30 થી 35% પાણીની બચત થશે. આ સિવાય પંજાબમાં હવે શહીદ જવાનો અને પોલીસ કર્મચારીઓના પરિવારને એક કરોડનું વળતર મળશે. આને પણ માન સરકારે મંજૂરી આપી દીધી છે.

હાલમાં જ એક જવાનની શહાદત પર સીએમ ભગવંત માને એક કરોડ રૂપિયા આપવાનું કહ્યું હતું. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ચૂંટણી દરમિયાન શહીદોના પરિવારજનોને આ વચન આપ્યું હતું. તે ઉપરાંત ચંડીગઢ-મોહાલી બોર્ડર પર આંદોલનમાં સામેલ ખેડૂત સંગઠનોના નેતાઓ સીએમ ભગવંત માનને મળવા માટે રવાના થયા ગયા છે. આ બેઠક ચંદીગઢના સીએમ હાઉસમાં યોજાશે. ખેડૂત નેતાઓએ ચેતવણી આપી છે કે મોહાલીમાં તેમની કૂચ ચાલુ રહેશે. જો સીએમ સાથેની વાતચીત નિષ્ફળ જશે તો તેઓ કોઈપણ સંજોગોમાં ચંદીગઢ જશે.
આ મુદ્દે વાત કરતા ખેડૂત નેતા જગજીત દલ્લેવાલે કહ્યું કે તેમને માત્ર વાતચીત માટે બોલાવવામાં આવ્યા છે. સરકારે માંગણીઓ સ્વીકારી નથી. આંદોલનનું આગળનું સ્ટેન્ડ શું હશે, તે સીએમ સાથેની બેઠક પર નિર્ભર છે.

English summary
Big announcement of Punjab government, farmers growing paddy will get this benefit!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X