For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લગ્નનું વચન આપીને યૌન સંબંધો બાંધવા બળાત્કારઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે મહત્વના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યુ કે લગ્નનું વચન આપીને કોઈ મહિલા સાથે યૌન સંબંધ બનાવવા અને પછી તેની સાથે લગ્ન ન કરવા બળાત્કાર માનવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે યૌન સંબંધો વિશે મોટો ચુકાદો આપ્યો છે. એક મહત્વના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યુ કે લગ્નનું વચન આપીને કોઈ મહિલા સાથે યૌન સંબંધ બનાવવા અને પછી તેની સાથે લગ્ન ન કરવા બળાત્કાર માનવામાં આવશે. કોર્ટે કહ્યુ કે આવી સ્થિતિમાં યૌન સંબંધ માટે મહિલાની સંમતિ કોઈ મહત્વ નથી ધરાવતી કારણકે તે છેતરીને કરાયેલુ છે. સુપ્રીમ કોર્ટના જજ જસ્ટીસ એલ નાગેશ્વર રાવ અને એમ આર શાહે આ મોટો ચુકાદો આપ્યો છે.

લગ્નનું વચન માત્ર યૌન સંબંધ માટે બળાત્કાર

લગ્નનું વચન માત્ર યૌન સંબંધ માટે બળાત્કાર

પોતાના ચુકાદામાં આ બંને જજોની બેંચે કહ્યુ કે લગ્નનું વચન આપીને જ્યારે યુવક મહિલા સાથે યૌન સંબંધ બનાવે છે અને તેની સાથે લગ્ન કરે છે તો મહિલાની સંમતિનો સ્વીકાર ન કરી શકાય કારણકે મહિલા એ ભ્રમમાં છે કે યુવક તેની સાથે લગ્ન કરશે. લગ્નના વચનના કારણે યુવતાએ યૌન સંબંધ બનાવ્યો એટલા માટે આને મહિલાની સંમતિ ન માની શકાય. આમાં સ્પષ્ટ થાય છે કે યુવક મહિલા સાથે લગ્ન કરવા નથી ઈચ્છતો અને તેણે માત્ર યૌન સંબંધ બનાવવા માટે મહિલાને લગ્નનું વચન આપ્યુ અને તેની સંમતિ મેળવી.

સમાજમાં આ પ્રકારની ઘટનાઓ વધી

સમાજમાં આ પ્રકારની ઘટનાઓ વધી

જસ્ટીસ શાહે પોતાના ચુકાદામાં કહ્યુ કે આ પ્રકારની ઘટનાઓ આજકાલ વધી રહી છે. આ પ્રકારના ગુના સમાજની વિરુદ્ધમાં છે. બળાત્કાર નૈતિક અને શારીરિક રીતે સમાજમાં ઘૃણિત ગુનો છે, પીડિતાના શરીર, દિમાગ અને વ્યક્તિગત ગોપનીયતાનું શોષણ છે. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યુ કે ખૂનમાં ખૂની શરીરને ખતમ કરે છે જ્યારે બળાત્કારી એક અસહાય મહિલાની આત્માને ખતમ કરે છે.

દોષીને સાત વર્ષની સજા સંભળાવી

દોષીને સાત વર્ષની સજા સંભળાવી

કોર્ટે એક કેસમાં સુનાવણી દરમિયાન દોષી ડૉક્ટર અનુરાગ સોનીને સાત વર્ષની સજા સંભળાવી. કોર્ટે કહ્યુ કે બળાત્કાર એક મહિલાને જાનવર બનાવી દે છે કારણકે એ તેની આત્માને ખતમ કરી દે છે. કોઈ પણ સ્થિતિમાં બળાત્કાર પીડિતાને ગુનેગાર કહી શકાય નહિ. બળાત્કાર પીડિતાના જીવનમાં હંમેશા માટે દુઃખ આપીને જાય છે. બળાત્કાર સમગ્ર સમાજ સામે ગુનો છે અને પીડિતાના માનવાધિકારનું હનન છે.

આ પણ વાંચોઃ આખરે ખુદ સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું, તેઓ છે માત્ર 12 પાસઆ પણ વાંચોઃ આખરે ખુદ સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું, તેઓ છે માત્ર 12 પાસ

English summary
Big decision of Supreme court physical relation on promise of marriage and later denying is rape.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X