For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનામાં અનાથ થયેલા બાળકો માટે મોદી સરકારની મોટી જાહેરાત

કોરોનાથી પ્રભાવિત બાળકોની સંભાળ લેવાના પગલાંના ભાગરૂપે, 18 વર્ષ સુધીના બાળકોને આયુષ્માન ભારત યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીનો મફત આરોગ્ય વીમો આપવામાં આવશે.

By Desk
|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે દેશભરમાં ઘણા બાળકો અનાથ થયા છે. આ બાળકોની મદદ માટે મોદી સરકારે આગળ આવીને મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે કોરોનાના અનાથ બાળકોને 5 લાખ રૂપિયાનો મફત આરોગ્ય વીમો આપવાનો નિર્ણય કર્યો છે, જેનું પ્રીમિયમ પીએમ કેયર્સ ફંડમાંથી ભરવામાં આવશે.

government announcement

કોરોનાથી પ્રભાવિત બાળકોની સંભાળ લેવાના પગલાંના ભાગરૂપે, 18 વર્ષ સુધીના બાળકોને આયુષ્માન ભારત યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીનો મફત આરોગ્ય વીમો આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ જાહેરાત કરી હતી. તેમણે ટ્વિટ કર્યું કે, કોવિડથી અસરગ્રસ્ત બાળકોની સંભાળ લેવાના પગલાંના ભાગરૂપે,18 વર્ષ સુધીના બાળકોને આયુષ્માન ભારત હેઠળ 5 લાખ રૂપિયાનો મફત સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે અને તેનું પ્રીમિયમ પીએમ કેર્સ દ્વારા ચૂકવવામાં આવશે.

અનુરાગ ઠાકુરે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર દ્વારા લીધેલા પગલાઓ પર સરકારી વેબસાઇટની લિંક સાથે આ યોજનાની વિગતો ટ્વિટર પર પોસ્ટ કરી હતી. આ સાથે, તેમણે એક ફોટો પણ શેર કર્યો, જેના પર લખ્યું છે, 18 વર્ષ સુધીના બાળકો જેમણે તેમના માતાપિતાને ગુમાવ્યા છે તેમને દર મહિને રાહત આપવામાં આવશે. આ સિવાય 23 વર્ષની ઉંમરે આ બાળકોને 10 લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે 29 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકો માટે પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના શરૂ કરી હતી. આ યોજનાનો હેતુ બાળકોને મદદ કરવાનો છે. આ યોજનાનો ઉદ્દેશ એવા બાળકોની સંભાળ રાખવાનો છે જેમણે 11 માર્ચ 2020 પછી કોરોનામાં તેમના માતાપિતા અથવા કાનૂની માતાપિતા ગુમાવ્યા છે.

English summary
Big government announcement for orphans in Corona
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X