For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનને નીપટવા ભારતીય સેનાની મોટી તૈયારી, 22 હજાર સૈનિકો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર!

ભારતીય સેના સતત ચીનને નીપટવા માટે મોટી તૈયારી કરી રહી છે. ભારતીય સેનાની બુનિયાદી જરૂરિયાતો પર ભારત સરકાર પણ વિશેષ ભાર મુકી રહી છે ત્યારે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ભારતીય સેના સતત ચીનને નીપટવા માટે મોટી તૈયારી કરી રહી છે. ભારતીય સેનાની બુનિયાદી જરૂરિયાતો પર ભારત સરકાર પણ વિશેષ ભાર મુકી રહી છે ત્યારે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો અનુસાર, ભારતીય સેનાએ ચીન સામે પૂર્વ લદ્દાખ સેક્ટરમાં 450 ટેન્ક અને 22 હજારથી વધુ સૈનિકો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે.

ભારતીય સેનાના સંરક્ષણ સાથે જોડાયેલા સૂત્રો અનુસાર, ભારતીય સેનાના કોર્પ્સ ઓફ એન્જિનિયર્સે ભારત અને ચીન બંનેમાં આવેલા પેંગોંગ ત્સો તળાવમાં ચીનની આક્રમક ગતિવિધિઓનો સામનો કરવા પૂર્વી લદ્દાખમાં નવા લેન્ડિંગ ક્રાફ્ટ તૈયાર કર્યા છે. તેનાથી જવાનો માટે પેટ્રોલિંગ વધુ સરળ બનશે. એસોલ્ટ ક્રાફ્ટ એક સાથે 35 સૈનિકોને લઈ જઈ શકે છે.

China-India Border

છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય સેનાની સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે સેનાએ છેલ્લા બે વર્ષમાં 22 હજાર સૈનિકો માટે આવાસ અને ટેકનિકલ સ્ટોરેજ અને લગભગ 450 A વાહનો અને બંદૂકોનું નિર્માણ કર્યુ છે.

સરહદો પર કાયમી સંરક્ષણ નિર્માણ વિશે ભારતીય સેનાના એન્જિનિયર-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ હરપાલ સિંહે જણાવ્યું તે. 3-ડી પ્રિન્ટેડ કાયમી સંરક્ષણ ભારતીય સેનાના કોર્પ્સ ઑફ એન્જિનિયર્સ દ્વારા પ્રથમ વખત રણ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. નાના હથિયારોથી લઈને T90 ટેન્કની મુખ્ય ગન સુધીના હથિયારો બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ વિસ્ફોટોનો સામનો કરવામાં સક્ષમ છે. તેને 36-48 કલાકમાં બનાવી શકાય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય છે.

વધુ માહિતી આપતા સુત્રો જણાવી રહ્યા છે કે, હાલમાં નવ ટનલોમાં 2.535 કિમી લાંબી સેલા ટનલનો સમાવેશ થાય છે, જે એકવાર પૂર્ણ થયા બાદ વિશ્વની સૌથી ઊંચી ડબલ લેન ટનલ હશે. 11 વધુ ટનલનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે BRO ને ન્યોમા ખાતે ભારતના સૌથી ઊંચા એરફિલ્ડ્સમાંથી એક બનાવવાનું કામ પણ સોંપવામાં આવ્યું છે.

English summary
Big preparation of Indian army to deal with China, infrastructure ready for 22 thousand soldiers!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X