ઉદ્ધવ ઠાકરેને મોટી રાહત, ECએ MLC ચૂંટણીને મંજૂરી આપી દીધી
મહારાષ્ટ્ર્માં ખુરશી બચાવવાની કોશિશ કરી રહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ચૂંટણી પંચે મોટી રાહત આપી છે. ચૂંટણી પંચે રાજ્યમાં એમએલસી ચૂંટણી માટે મંજૂરી આપી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે 27 મે પહેલા રાજ્યમાં ચૂંટણી થઈ શકે છે.
અગાઉ મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારીએ ચૂંટણી પંચને પત્ર લખી કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ખાલી પડેલી 9 સીટ પર ચૂંટણી કરાવવામાં આવે. ચૂંટણી દરમિયાન કોવિડ-19ના પ્રકોપને જોતા સેફ્ટી ગાઈડલાઈન્સનું ધ્યાન રાખવામાં આવશે.
જણાવી દઈએ કે 27 મેના રોજ ઉદ્ધવ ઠાકરેને મુખ્ય મંત્રી બન્યાના 6 મહિના પૂરા થનાર ચે અને નિયમ મુજબ તેમણે શપથ ગ્રહણ છ મહિનામાં એટલે કે 28 મે પહેલા વિધાનસભા અથવા વિધાનસષદના સબ્ય તરીકે ચૂંટાવવું જરૂરી છે. રાજ્યમાં કોવિડ 19 મહામારીના પ્રકોપને પગલે 24 એપ્રિલે થનાર ચૂંટણી અનિશ્ચિત સમય સુધી ટળી ગઈ હતી.
જે બાદ મહારાષ્ટ્ર કેબિનેટે રાજ્યપાલ સમક્ષ ચૂંટણી કરાવવા માટે ભલામણ મોકલી હતી. જે બાદ ભગત સિંહ કોશિયારીએ ચૂંટણી પંચને પત્ર લખી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. ગવર્નરે ચૂંટણી પંચને લખેલ પત્રમાં કહ્યું હતું કે જલદીમાં જલદી મહારાષ્ટ્ર વિધાન પરિષદની ખાલી પડેલી 9 સીટ પર ચૂંટણી કરાવે. જો કે ચૂંટણી પંચે આ માંગણી સ્વીકારી લીધી છે.
આજથી બદલાઈ ગયા આ નિયમો, તમારા ખિસ્સા પર થશે અસર