હિટ એન્ડ રન કેસઃ સલમાનને મોટી રાહત
હિટ એન્ડ રન કેસમાં અભિનેતા સલમાન ખાનને મુંબઇ હાઇ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે , સલમાનને ગુનેગાર જાહેર ન કરી શકાય.

બોમ્બે હાઇકોર્ટના જજે કહ્યું હતું કે, તપાસમાં કોઇ તથ્યો સામે ન આવ્યાં હોવાથી આરોપી સલમાન ખાનને બેનિફિટ ઓફ ડાઉટ આપવામાં આવે છે. સલમાનના હિટ એન્ડ રન કેસમાં યોગ્ય રીતે તપાસ ન થઇ હોવાનું કોર્ટે જણાવ્યું. તેવામાં શકના આધાર પર ગુનેગાર જાહેર ન કરી શકાય.
કોર્ટે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, પોલીસ તપાસમાં ગેરરિતી જોવામાં આવી રહી છે. ઉપરાંત સલમાન ખાન દારૂ પીને ગાડી ચલાવતો હતો તે સાબિત કરવામાં સરકારી વકીલ અસફળ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 2002 હિટ એન્ડ રન કેસમાં સલમાનની ગાડી ફુટપાથ પર ચડી જવાથી એકનું મોત થયું હતું અને 4 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. બચાવમાં ગાડી ડ્રાઇવર ચલાવી રહ્યો હોવાનું સલમાને રટણ રટ્યું હતું.












Click it and Unblock the Notifications
