For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક ગુરુદ્વારા પર હુમલા બાદ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદનુ આવ્યુ નિવેદન

પાકિસ્તાનના નનકાના સાહિબમાં ગુરુદ્વારા પર પત્થરમારાની ઘટના ગરમાઈ રહી છે. આ મામલે હવે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદનુ નિવેદન પણ સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના નનકાના સાહિબમાં ગુરુદ્વારા પર પત્થરમારાની ઘટના ગરમાઈ રહી છે. ભારતમાં રાજકારણ અને બોલિવુડના ઘણા દિગ્ગજોએ આની આકરી નિંદા કરી છે. આ મામલે હવે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદનુ નિવેદન પણ સામે આવ્યુ છે. તેમણે મીડિયા સાથે વાતચીત કરીને કહ્યુ કે મને આના વિશે વધુ માહિતી નથી. નનકાના સાહિબ સિખો માટે એક પવિત્ર સ્થળ છે અને બધા ધર્મોના લોકો આનુ સમ્માન કરે છે. જો આવી કોઈ ઘટના થઈ છે તો અમે બધા આની કડક નિંદા કરીએ છીએ.

Ghulam Nabi Azad

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ગઈ કાલે નનકાના સાહિબ ગુરુદ્વારા પર ઉગ્ર ભીડ તરફથી જોરદાર પત્થરમારો થયો હતો. સમાચારો મુજબ આ પત્થરમારો સ્થાનિક ઉગ્ર મુસલમાનો તરફથી કરવામાં આવ્યો અને રિપોર્ટ મુજબ તેમણે ગુરુદ્વારાને ઘેરી લીધુ. આ સ્થાને રેકોર્ડ કરવામાં આવેલા એક વીડિયોમાં એક પ્રદર્શનકારી એ ધમકી આપતા સાંભળવામાં આવ્યા કે નનકાના સાહિબમાં હવે કોઈ સિખને રહેવા દેવામાં નહિ આવે અને પવિત્ર નનકાના સાહિબનુ નામ બદલીને ટૂંક સમયમાં ગુલામ-એ-મુસ્તફા કરી દેવામાં આવશે.

માહિતી મુજબ ગુરુદ્વારા પર હુમલો કરનાર સેંકડોની ભીડની આગેવાની ગયા વર્ષે નનકાના સાહિબ ગુરુદ્વારાના ગ્રંથીની દીકરી જગજીત કૌરનુ અપહરણ કરીને બળજબરીથી ધર્માંતરણ કરાવીને તેની સાથે નિકાહ કરનાર આરોપી મોહમ્મદ હસનના પરિવારે કરી હતી.

આ પણ વાંચોઃ સાવરકરને સમલૈંગિક ગણાવવા પર હવે NCP પણ કોંગ્રેસ પર ભડકી, કહી આ વાતઆ પણ વાંચોઃ સાવરકરને સમલૈંગિક ગણાવવા પર હવે NCP પણ કોંગ્રેસ પર ભડકી, કહી આ વાત

English summary
big statement of Congress leader Ghulam Nabi Azad after the attack on Gurdwara in Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X