જમ્મુ કાશ્મીરમાં મોટો આંતકી હુમલો નિષ્ફળ, ત્રણ આતંકી ઢેર
નરેન્દ્ર મોદી સરકારના આતંકવાદ ખતમ થઈ ગયાના પોકળ દાવાઓ વચ્ચે કાશ્મીરમાં સતત આતંકી હુમલા થઈ રહ્યાં છે. હવે સેનાએ મોટો હુમલો નિષ્ફળ બનાવ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સેનાએ આતંકી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવીને જોરદાર જવાબ આપ્યો છે. કુપવાડામાં એન્કાઉન્ટર દરમિયાન સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદી ઘટનાઓને જોતા સેનાએ ઘણા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ કુપવાડામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
સેના સાથેની અથડામણ દરમિયાન ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. દરમિયાન આગળની કાર્યવાહી ચાલુ છે. સેનાએ આ વિસ્તારમાં ઓપરેશન તેજ કરી દીધું છે.
સેનાએ છેલ્લા એક સપ્તાહમાં લગભગ 10 આતંકીઓને ઠાર કર્યા છે. જમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર થયેલા હુમલા બાદ સેના જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
સેનાએ હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે, આતંકવાદીઓ સાથેની અથડામણમાં બંને પક્ષે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં. શ્રીનગર સ્થિત આર્મીના ચિનાર કોર્પ્સે ટ્વિટર પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવ્યું કે, કેરન સેક્ટર કુપવાડામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે અને ઓપરેશન ચાલુ છે.












Click it and Unblock the Notifications
