કોંગ્રેસે આપ્યા સંકેત: રાજનીતિમાં મોટી ભૂમિકા ભજવી શકે છે પ્રિયંકા
નવી દિલ્હી, 4 એપ્રિલ: આવનાર સામાન્ય ચૂંટણી બાદ કોંગ્રેસ પાર્ટીની અંદર કેટલાંક મોટા પગલા ભરી શકે છે. કોંગ્રેસ મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ ગુરુવારે સંકેત આપતા જણાવ્યું કે પ્રિયંકા ગાંધી હવે પાર્ટીમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી વાઢેરાની વધેલી ભૂમિકાને પાર્ટી ભવિષ્ય સાથે જોડીને જોઇ રહી છે. હાલની ચૂંટણી રણનીતિ બનાવવામાં પ્રિયંકાની વધતી દખલગીરી અને રાહુલ ગાંધીના કેટલાંક કાર્યોમાં તેમના રસને પાર્ટીમાં તેમના આગમનના સંકેત માનવામાં આવી રહ્યા છે. પ્રિયંકા હજી સુધી રાયબરેલી અને અમેઠી સુધી રાજકીય રીતે સક્રિય હતી, પરંતુ પ્રિયંકા હવે આ ચૂંટણીમાં માત્ર પાર્ટી મેનેજમેન્ટ જ નહીં પરંતુ મહત્વના નિર્ણયોમાં પણ પોતાની ભાગીદારી નિભાવે તેવી શક્યતા છે. જોકે આ વાતનો કોંગ્રેસ પણ હવે સ્વીકાર કરવા લાગી છે કે તે માત્ર ગાંધી પરિવારની સભ્ય નથી પરંતુ પાર્ટીની મહત્વની સભ્ય પણ છે.

અત્રે નોંધીનય છે કે પ્રિયંકા ગાંધી અત્યાર સુધી પોતાના ભાઇ રાહુલ ગાંધી અને માતા સોનિયા ગાંધીની લોકસભા બેઠકો, ક્રમશ: અમેઠી અને રાયબરેલીના મામલા જોતી આવી છે. પ્રિયંકા પાછલા મહિને પાર્ટી બેઠકમાં ઉપસ્થિતિના સમાચારથી પાર્ટીમાં ચર્ચાઓનું બજાર ગરમ થઇ ગયું હતું. ઘણા નેતાઓએ એ સમયે આ અનુમાન વ્યક્ત કર્યું કે એપ્રિલ-મે મહીનામાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાનાર સામાન્ય ચૂંટણીમાં પ્રિયંકા પ્રચારમાં સક્રિય ભૂમિકા નિભાવશે.












Click it and Unblock the Notifications
