Bihar Board 12th Result 2023: બિહારમાં 12માંની બોર્ડની પરિક્ષાના પરિણામ જાહેર, 83.03 ટકા વિદ્યાર્થીઓ પાસ
બિહાર 12મા બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. પરીક્ષામાં 83.07 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
બિહાર બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓની રાહ આખરે પૂરી થઈ છે. બિહાર 12મા બોર્ડની પરીક્ષાનું પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું છે, જેની જાહેરાત BSEB દ્વારા કરવામાં આવી હતી. બિહારના શિક્ષણ પ્રધાન ચંદ્રશેખર, શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ દીપક કુમાર અને BSEBના અધ્યક્ષ આનંદ કિશોર દ્વારા પરિણામની જાહેરાત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ biharboardonline.bihar.gov.in પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે.

12માં બોર્ડનું એકંદર પરિણામ 83.07 ટકા આવ્યું છે. 12 બોર્ડના ત્રણેય પ્રવાહના પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યા છે. બોર્ડમાંથી મળેલી માહિતી મુજબ આર્ટસમાં 82.74 ટકા, વિજ્ઞાન પ્રવાહમાં 83.93 ટકા અને કોમર્સમાં 93.35 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.












Click it and Unblock the Notifications
