For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર વિધાનસભાના હોબાળા પર બોલ્યા રાહુલ ગાંધી - RSSમય થઈ ચૂક્યા છે નીતિશ કુમાર

બિહાર વિધાનસભાની બબાલ મામલે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બિહારમાં નીતિશ કુમાર સરકારે મંગળવારે વિધાનસભામાં વિશેષ સશસ્ત્ર પોલિસ બિલ રજૂ કર્યુ. જેનો વિપક્ષે જોરદાર વિરોધ કર્યો. ધીમે-ધીમે મામલો વણસતો ગયો અને ઘણા ધારાસભ્યો ધરણા પર બેસી ગયા. જેના પર તેમને સંસદની બહાર કાઢવા માટે વિધાનસભા અધ્યક્ષે પહેલા માર્શલને બોલાવ્યા પરંતુ સ્થિતિ કાબુ ન થઈ. ત્યારબાદ ભારે સંખ્યામાં પોલિસ બળ બોલાવવુ પડ્યુ. વિપક્ષનો આરોપ છે કે પોલિસે તેમની સાથે ગેરવર્તણુક કરી છે. સાથે જ ઘણા ધારાસભ્યોને મારવામાં આવ્યા છે. ત્યારબાદ આ ઘટનાને બિહારની રાજનીતિનો કાળો દિવસ કહેવામાં આવી રહ્યો છે. આ મામલે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે.

nitish-rahul

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ કે બિહાર વિધાનસભાની શરમજનક ઘટનાથી સ્પષ્ટ છે કે મુખ્યમંત્રી સંપૂર્ણપણે RSS અને BJPમય થઈ ચૂક્યા છે. લોકતંત્રની ચીરહરણ કરનાર લોકોને સરકાર કહેવાનો કોઈ અર્થ થી. વિપક્ષ તો પણ જનહિતમાં અવાજ ઉઠાવતો રહેશે - અમે નથી ડરતા. વળી, કોંગ્રેસ નેતા શશિ થરુરે પણ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યુ કે તાનાશાહીની જીત છે, લોકતંત્રની હાર છે, આ નીતિશનુ બિહાર છે.

રાબડીએ લગાવ્યા ગંભીર આરોપ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ નીતિશ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ જ્યારે પોલિસ ધારાસભ્યો સાથે દુર્વ્યવહાર કરી રહી હતી ત્યારે તેમનો બ્લાઉઝ ખુલી ગયો. તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે વિધાનસભામાં મહિલા ધારાસભ્યોનુ ચીરહરણ થતુ રહ્યુ. ખુલ્લેઆમ તેમની સાડી ખોલવામાં આવી, બ્લાઉઝની અંદર હાથ નાખીને ખેંચવામાં આવ્યો, અવર્ણનીય રીતે ગેરવર્તણૂક કરવામાં આવી અને નાગઈની પરાકાષ્ઠા પાર કરી ચૂકેલ નીતિશ કુમાર ધૃતરાષ્ટ્ર બનીને જોતા રહ્યા. સત્તા આવતી-જતી રહશે પરંતુ ઈતિહાસ તમને માફ નહિ કરે.

કોંગ્રેસ ધારાસભ્યએ સંભળાવી આપવીતિ

કોંગ્રેસ ધારાસભ્ય સત્યેન્દ્ર સિંહના જણાવ્યા મુજબ ડીએમે પોલિસકર્મીઓને તેમને મારવા માટે કહ્યુ. આ ઉપરાંત તેમની સાથે ગાળાગાળી પણ કરવામાં આવી. આ દરમિયાન એસપીએ છાતી પર બૂટ રાખીને તેમને માર્યા. જેના કારણે તેમને ઈજા થઈ. વળી, રાજદના ધારાસભ્યએ કહ્યુ કે તે અહીં બિલનો વિરોધ કરી રહ્યા હતા પરંતુ નીતિશ કુમારે ગુંડાઓંને મોકલી દીધા. આ સંપૂર્ણપણે લોકતંત્રની હત્યા છે.

Weather: દિલ્લીની હવામાં સામાન્ય સુધારો, ફરીથી બદલાશે હવામાનWeather: દિલ્લીની હવામાં સામાન્ય સુધારો, ફરીથી બદલાશે હવામાન

English summary
Bihar Assembly Issue: Rahul Gandhi hits on Nitish Kumar RSS.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X