બિહારમાં બીજેપી નેતાની ગોળી મારીને હત્યા, તેજસ્વી યાદવે સરકાર પર પ્રહાર કર્યા

બિહાર ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલ ઉભા થયા છે. રાજધાની પટનામાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યા બાદ રાજનીતિ તેજ થઈ છે.

પટનાના મસૌડી વિસ્તારમાં ખેતરમાં સિંચાઈ કરી રહેલા ભાજપ નેતા સુરેન્દ્ર કેવટ (ઉંમર 50 વર્ષ)ની અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી નાખી.

BJP Leader Shot Dead in Bihar

સ્થાનિક લોકોએ તેમને ગંભીર હાલતમાં પાટણાના AIIMS હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ડૉક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

મસૌડીના SDPO કનૈયા કુમારે જણાવ્યું કે, શરુઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે સુરેન્દ્ર ખેતરમાં પાણી આપતા હતા ત્યારે તેમને ગોળી મારી દેવામાં આવી. આજુબાજુના લોકોએ ગોળીનો અવાજ સાંભળ્યો હતો પણ કોઈને ભાગતા જોયા નથી.

આ ઘટનાને લઈને આરજેડી નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે કટાક્ષ કરતા કહ્યું કે, હવે તો પટનામાં પણ ભાજપ નેતાની ગોળી મારીને હત્યા થઈ. આ સરકારમાં કોઈને સચ્ચાઈ સાંભળવાની તૈયારી નથી કે ભૂલ માનવાની માનસિકતા નથી. મુખ્યમંત્રીની તબિયત બધાને ખબર છે, પણ ભાજપના બે ઉપમુખ્યમંત્રીઓ શું કામ કરી રહ્યા છે? ભ્રષ્ટ પાર્ટી તો ચૂપ છે, કોઈ નિવેદન નથી.

તેજસ્વી યાદવે દાવો કર્યો કે બિહારની જનતાના મનમાં હવે એક જ સવાલ છે કે આ રાજ્યમાં આખરે સુરક્ષિત કોણ છે?

જણાવી દઈએ કે, બિહારમાં ચૂંટણી પહેલા રાજનીતિ ચરમ પર છે. એક તરફ મતદાન યાદીને લઈને હંગામાનો માહોલ છે ત્યારે હવે બીજેપી નેતાની હત્યાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X