હાર્દિક પટેલ અને નીતિષ કુમાર: હમ સાથ સાથ હૈ
પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે મુલાકાત કરી. વધુ વાંચો અહીં
પટનામાં આજે બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ નેતા તેના નીતિશ કુમાર અને પાટીદારની નેતા હાર્દિક પટેલ એકબીજાને મળ્યા હતા. બન્નેએ સાથે જમણ પણ કર્યું હતું અને અનામત મામલે લાંબી ચર્ચા પણ કરી હતી. મુલાકાત બાદ હાર્દિક પટેલ આ અંગે સોશ્યલ મીડિયા પર ફોટો પણ મૂક્યા હતા. નોંધનીય છે કે હાર્દિક પટેલ સાથે મરાઠા ક્રાંતિ મોર્ચાના નેતા સુધીર સાવંત પણ હતા.

આ મુલાકાત બાદ હાર્દિકે જણાવ્યું હતું કે નીતિશ કુમાર પણ પાટીદારાની અનામતની માંગને પોતાનું સમર્થન પૂરું પાડ્યું છે. જે માટે હાર્દિકે ધન્યવાદ પણ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે હાર્દિક પટેલ હાલ 15 દિવસ માટે હરિદ્વાર યાત્રા પર છે. ત્યારે હાર્દિક પટેલ અને નીતિશ કુમારની આ મુલાકાતે રાજકારણ ગુરમાયું છે.












Click it and Unblock the Notifications
