For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક જ કેસ હોવા છતાં ગયાને રેડ ઝોનમાં રાખવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર સવાલ

આરોગ્ય મંત્રાલય દ્વારા જિલ્લાઓને અલગ અલગ ઝોનમાં વહેંચવા અંગે કોંગ્રેસ શાસિત રાજ્યો બાદ બિહાર સરકારે સવાલ ઉઠાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

આરોગ્ય મંત્રાલય દ્વારા જિલ્લાઓને અલગ અલગ ઝોનમાં વહેંચવા અંગે કોંગ્રેસ શાસિત રાજ્યો બાદ બિહાર સરકારે સવાલ ઉઠાવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના પ્રધાન સચિવ સંજય કુમારે બુધવારે જણાવ્યુ કે બિહાર સરકારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને પૂછ્યુ કે ગયા જિલ્લામાં કોરોના વાયરસનો માત્ર એક એક્ટિવ કેસ સામે આવ્યો છે તો તેને રેડ ઝોનમાં કેવી રીતે વર્ગીકૃત કરી શકાય છે.

bihaf

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બિહારના 38 જિલ્લાઓને ત્રણ ઝોનમાં વહેંચ્યુ છે. રાજધાની પટના સહિત બિહારના 5 જિલ્લા રેડ ઝોનમાં છે. 20 જિલ્લા ઓરેન્જ અને 13 જિલ્લાઓને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે. મુંગેર, પટના, રોહતાસ, બક્સર અને ગયાને રેડ ઝોનમાં શામેલ કરવામાં આવ્યા છે. બિહારના 54 ટકા દર્દી રેડ ઝોનમાં છે. આમાં સૌથી વધુ દર્દી મુંગેરના છે પરંતુ હવે ખુદ બિહાર સરકારે કેન્દ્ર સરકારના નિર્ણય પર પ્રશ્નચિહ્ન લગાવી દીધા છે.

બિહારમાં આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ આંકડાઓ મુજબ હવે કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા 537 થઈ ગઈ છે. વળી, રાજ્યમાં અત્યાર સુધી 160 દર્દી ઈલાજ બાદ રિકવર થઈને ઘરે જઈ ચૂક્યા છે અને ચાર દર્દીઓના આ વાયરસથી સંક્રમિત થઈ ગયા બાદ મોત થઈ ગયા છે. બિહારમાં સોમવારે 11 કોરોનાના નવા કેસ મળ્યા હતા જેમાં પહેલી વાર સમસ્તીપુરમાં પણ કોરોના સંક્રમિત દર્દી મળ્યા છે. આ રીતે અત્યાર સુધી રાજ્યમાં 32 જિલ્લાઓમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે.

આ પણ વાંચોઃ રાહુલે પેટ્રોલ-ડીઝલની કિંમતો વધારવા પર ઉઠાવ્યા સવાલ, 'આ તો ભાવ ઘટાડવાનો સમય'આ પણ વાંચોઃ રાહુલે પેટ્રોલ-ડીઝલની કિંમતો વધારવા પર ઉઠાવ્યા સવાલ, 'આ તો ભાવ ઘટાડવાનો સમય'

English summary
Bihar Govt asks to Health Ministry how Gaya can be classified as red zone there is only 1 corona case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X