For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દલાઈ લામાની જાસૂસીના આરોપમાં બિહાર પોલીસે ચીની મહિલાને ઝડપી, જાણો શું કરતી હતી ભારતમાં?

ચીનના સૌથી મોટા દુશ્મન ગણાતા દલાઈ લામાને ધમકીને લઈને બિહાર પોલીસે એક મહિલાને ઝડપી પાડી છે. આ મહિલા ચીનની છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગયા : બૌદ્ધ ધર્મગુરૂ અને ચીનના સૌથી મોટા દુશ્મનોમાંથી એક દલાઈ લામાની જાસૂસીના આરોપમાં બિહાર પોલીસે એક ચાઈનીઝ મહિલાની ધરપકડ કરી છે. મળતી વિગતો અનુસાર, બિહાર પોલીસે આ ચાઈનીઝ મહિલાની ગયામાંથી ધરપકડ કરી છે અને આ પહેલા તેનો સ્કેચ જારી કરી શોધખોળ કરાઈ રહી હતી.

Bihar

આ મુદ્દે હેડ ક્વાટર ADG જેએસ ગંગવારે માહિતી આપતા જણાવ્યુ કે, તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાને કથિત ધમકી મુદ્દે બિહાર પોલીસે બોધીગયામાંથી એક શંકાસ્પદ ચીની મહિલાની અટકાયત કરી છે. હાલ મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. દલાઈ લામાની મુલાકાત વચ્ચે ગુરુવારે સવારે બિહારના બોધગયામાં સુરક્ષા એલર્ટ જારી કરવામાં આવ્યું હતું અને પોલીસ ચીની મહિલાને શોધી રહી હતી.

સોંગ ઝિયાઓલન તરીકેની ઓળખ ધરાવનાર આ શંકાસ્પદ ચીની જાસૂસ મહિલાનો સ્કેચ સોશિયલ મીડિયા પર જારી શોધખોળ કરવામાં આવી રહી હતી. પોલીસે લોકોને માહિતી આપવા માટે અપીલ કરી હતી. વિદેશ મંત્રાલયે દલાઈ લામાને કથિત ધમકી અંગે સુરક્ષા ચેતવણી જારી કર્યા બાદ બિહાર પોલીસે આ મહિલાનો સ્કેચ જાહેર કર્યો હતો. મહિલાના સ્કેચ ઉપરાંત પોલીસે તેના પાસપોર્ટ અને વિઝાની વિગતો પણ શેર કરી હતી.

બિહાર પોલીસે આ મહિલાને કાલચક્ર મેદાન બહારથી ઝડપી હતી. અહીં જ્યાં દલાઈ લામા આધ્યાત્મિક પ્રવચન આપે છે. સૂત્રો અનુસાર આઓ મહિલાએ છૂટાછેડા લીધા છે અને બે બાળકો છે. ચીન પાછા જતા પહેલા તે 2019માં ભારત આવી હતી. તે પછી તે ભારત ફરીથી આવી અને થોડા દિવસો માટે નેપાળ ગઈ અને પછી બિહારના બોધીગયા આવી હતી.

English summary
Bihar Police arrested a Chinese woman on charges of spying on the Dalai Lama
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X