બિહારની છોકરીઓના મોબાઇલ ઉપયોગ પર પ્રતિબંધ

સમિતિના એક સભ્યએ જણાવ્યું હતું કે બેઠકમાં છોકરીઓને મોબાઇલ ન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કોઇ છોકરી મોબાઇલ પર વાત કરતાં જોવા મળશે તો તેને 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
તેમને કહ્યું હતું કે વિવાહિત મહિલાઓને પણ ઘરની બહાર મોબાઇલ વાત કરવાની પાબંધી લગાવવામાં આવી છે, જ્યાર તેમને ઘરની અંદર મોબાઇલ પર વાત કરવાની છૂટ આપી છે. જો વિવાહિત મહિલા આ ફરમાનને નહી માને તો તેને પર 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. છોકરીઓને મોબાઇલ રાખવાની પણ મનાઇ છે.
બેઠકની અધ્યક્ષતા કરનાર ગ્રામીણ મંજૂર આલમે જણાવ્યું હતું કે મોબાઇલના લીધે છોકરીઓમાં સ્વચ્છંદતાની ભાવના આવે છે. ખાસ કરીને વિદ્યાલય અને કોલેજની છોકરીઓ મોબાઇલથી ઘણી પ્રભાવિત થાય છે. મોબાઇલના કારણે પ્રેમ-પ્રકરણોની સંખ્યામાં વધારો થયો છે. મોબાઇલ ફોનના કારણે સમાજ પર ખરાબ અસર પડી રહી છે.
કોચાઘામન પ્રખંડના વિકાસ અધિકારી સંજય કુમાર અને ચિંતરંજન કુમારે આવી પાબંધી અંગે મનાઇ કરી છે. બંને અધિકારીઓએ કહ્યું હતું કે જો કો પાબંદી લગાવવામાં આવી છે તો તે કાયદાની વિરૂદ્ધમાં છે. આખા કેસની તપાસ કરવામાં આવશે અને જો તેમાં દોષી સાબિત થશે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
