અવિશ્વાસ પહેલા ભાજપને મોટો ઝટકો, બીજેડીનું વૉકઆઉટ

સંસદમાં આજે થઈ રહેલા અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ભારતીય જનતા પક્ષને મોટો ઝટકો મળ્યો છે.

સંસદમાં આજે થઈ રહેલા અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ભારતીય જનતા પક્ષને મોટો ઝટકો મળ્યો છે. લોકસભામાંથી બીજુ જનતા દળના સાંસદોએ વૉકઆઉટ કરી દીધુ છે. માનવામાં આવી રહ્યુ હતુ કે બીજુ જનતા દળ ભાજપને અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ભાજપને સમર્થન આપશે પરંતુ જે રીતે બીજુ જનતા દળના સાંસદોએ સંસદમાંથી વૉકઆઉટ કર્યુ છે તેનાથી ભાજપને મોટો ઝટકો મળ્યો છે. આ પહેલા શિવસેનાએ પણ ભાજપને સમર્થન આપવાનો ઈનકાર કરી દીધો હતો. વળી લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને કહ્યુ કે અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે 6 વાગે મતદાન થશે.

loksabha

એક તરફ જ્યાં બીજેડીએ સંસદમાંથી વૉકઆઉટ કર્યુ છે તો બીજી તરફ શિવસેનાએ પણ સરકારનો સાથ નહિ દેવાનો નિર્ણય લીધો છે. જો કે આ બધા વચ્ચે મોદી સરકાર પર કોઈ સંકટ નથી. સરકારે દાવો કર્યો છે કે તેમની પાસે પૂર્ણ બહુમત છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે પોતે સંસદ જતા પહેલા વિક્ટ્રીનો સિંબોલ બતાવ્યો હતો. જે બાદ માનવામાં આવી રહ્યુ છે કે ભાજપ પોતાની પાસે બહુમત અંગે સંપૂર્ણપણે કોન્ફીડન્સમાં છે.

તમને જણાવી દઈએ કે બીજેડી પાસે લોકસભામાં કુલ 19 સાંસદ છે. બીજેડીના સંસદમાં વૉકઆઉટ કરવાથી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. આ પહેલા સંસદની કાર્યવાહી શરૂ કરવા પર કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ બોલવાનો સમય માંગ્યો હતો. સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે સંસદીય લોકતંત્ર માટે આજનો દિવસ ખાસ છે, મને પૂરો ભરોસો છે કે મારા સાથી સાંસદ આ પ્રસંગે મજબૂતી સાથે ઉભા રહેશે અને સંરચનાત્મક ચર્ચામાં ભાગ લેશે. અમે આના માટે દેશની જનતા અને બંધારણ નિર્માતાઓનો આભાર માનીએ છીએ, આજે ભારત આપણને ખૂબ નજીકથી જોશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X