બિલ્કિસ બાનો કેસ:SCએ ગુજ. સરકારને આપ્યો 6 અઠવાડિયાનો સમય

Written By:
Subscribe to Oneindia News

બિલ્કિસ બાનો ગેંગરેપ મામલે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને જવાબ આપવા માટે 6 અઠવાડિયાનો સમય આપ્યો છે. આ મામલે દોષી સાબિત થયેલ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે, એ અંગે સુપ્રીમ કોર્ટે જવાબ માંગ્યો છે. વર્ષ 2002 દરમિયાન થયેલ રણખાણો વખતે બિલ્કિસ બાનો સાથે ગેંગરેપ થયો હતો, તે વખતે બિલ્કિસનું ઉંમર માત્ર 19 વર્ષની હતી. દાહોદ પાસેના રાધિકપુર ગામમાં 3 માર્ચ, 2002ના રોજ આ ઘટના બની હતી. બિલ્કિસ તથા અન્ય ડઝન જેટલા પરિવારો પર ભીડે હુમલો કર્યો હતો, એ દરમિયાન આ ઘટના બની હતી. આ હુમલમાં માત્ર બિલ્કિસ બાનો અને તેમના સંબંધી સદ્દામ અને હુસૈન જ જીવતા બચી શક્યા હતા; જ્યારે બિલ્કિસના માતા, બહેન, પુત્રી સહિત તમામની મૃત્યુ થયું હતું.

Supreme Court

આ મામલે બિલ્કિસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી વળતરની માંગ કરી હતી અને સાથે જ 6 પોલીસ કર્માચરીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી હતી. આ 6 પોલીસ કર્મચારીઓને બોમ્બે હાઇકોર્ટે દોષી ઠરાવ્યા હતા. બિલ્કિસે આ મામલે કોર્ટ પાસે જલ્દી સુનવણી કરવાની માંગણી કરી હતી, જો કે ગુજરાત સરકાર તરફથી સમય માંગવામાં આવ્યો હતો. બિલ્કિસના વકીલે કહ્યું હતું કે, ડિજીટલ ઇન્ડિયાના સમયમાં રાજ્ય સરકારને જવાબ આપવામાં આટલો સમય શા માટે લાગી રહ્યો છે? 23 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે આરોપીઓ પર શું કાર્યવાહી થઇ છે, એનો જવાબ આપવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો હતો. બિલ્કિસ બાનોએ આરોપ મુક્યો હતો કે, આ 6 પોલીસ કર્મચારીઓને રાજ્ય સરકાર શરણું આપી રહી છે. આ મામલની હવે પછીની સુનવણી 1 જાન્યુઆરીના રોજ થશે.

English summary
Bilkis Bano gangrape case: Supreme court give 6 weeks to Gujarat government to reply. Court to hear the case on 1 January.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.