For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિપિન રાવતને મળી શકે છે ત્રણેય સેનાઓની કમાન

બિપિન રાવતને મળી શકે છે ત્રણેય સેનાઓની કમાન

|
Google Oneindia Gujarati News

પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર એક મહત્વપૂર્ણ ઘોષણા કરી છે કે જલદી જ ત્રણેય સેનાઓ ચીફ ઑફ ડિશેન્સનું પદ બનાવામાં આવશે. જેની લાંબા સમયથી જરૂરત મહેસૂસ થઈ રહી હતી. કેમ કે અત્યાર સુધી ત્રણેય સેનાઓના અલગ અલગ ચીફ હતા, પરતુ આગામી સમયમાં ત્રણેય સેનાઓના એક જ ચીફે્ હશે. આ પદ કોણ સંભાળશે તેને લઈ અત્યારથી જ અટકળો લગાવવામા્ં આવી રહી છે.

bipin rawat

આ વિશે મોદીના ખુદના તર્ક છે. તેમનું કહેવું છે કે બદલતી સૈન્ય જરૂરતોને જોતાં આ પદ જરૂરી છે. જેને જોતા જલદી જ આ અંગે વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે કહ્યું કે આનાથી ત્રણેય સેનાઓના મુખ્ય સ્તરે એક નેતૃ્ત્વ મળશે જેનાથી નીચલા ત્રણેય સેના મળી અભિયાનોને અંદામ આપશે. પીએમ મોદીએ કહ્યું કે આ પગલાંથી ત્રણેય સેનાનો તાલમેલ વધશે અને તેઓ સફળતાપૂર્વક રક્ષા તૈયારીઓ કરી શકશે.

મોદીની આ ઘોષણા બાદ લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે કે આ મહત્વપૂર્ણ પદ કોને મળી શકે છે. ચર્ચાઓમાં આ પદ માટે સૌથી મોટા દાવેદાર રૂપે જનરલ બિપિન રાવતનું નામ સામે આવી રહ્યું છે.સેનાના નિયમ મુજબ જનરલ રાવતનો કાર્યકાળ ડિસેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યો છે. કેમ કે તેમણે પોતાના પદ પર 3 વર્ષ પૂર્ણ કરી લીધાં છે. નિયમાનુસાર કોઈપણ વ્યક્તિ સેનાધ્યક્ષના પદ પર 3 વર્ષ કે 62 વર્ષની ઉંમર સુધી જ જવાબદારી સંભાળી શકે છે. રાવતનો ત્રણ વર્ષો કાર્યકાળ ડિસેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યો છે.

જે રીતે બિપિન રાવતના નેજા હેઠળ સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ અભિયાન ચલાવ્યાં અને તેમનો ખાતમો કર્યો તેનાથી બિપિન રાવતની દેશમાં અલગ જ છબી બની છે. જણાવવામાં આવે છે કે તેઓ પીએમ મોદીની ગુડ બુકમાં પણ સામેલ છે. ત્યારે સેનાધ્યક્ષ તરીકે પોતાનો કાર્યકાળ સમાપ્ત કર્યા બાદ બિપિન રાવતને ત્રણેય સેનાના મુખ્યા બનાવવામાં આવી શકે છે.

આ વાતને તેનાથીપણ બળ મળે છે કે સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના કાર્યકાળ વધારીને તેમના ઈનામ આપી દીધું. સર્જિકલ અને એર સ્ટ્રાઈકમાં તેમનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે. ડોભાલ અને રાવતની જોડીએ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરના હાલાતને પણ સારી રીતે સંભાળ્યા છે.

<strong>સેનાઓ માટે પીએમ મોદીએ લાલ કિલ્લાથી મોટી જાહેરાત કરી</strong>સેનાઓ માટે પીએમ મોદીએ લાલ કિલ્લાથી મોટી જાહેરાત કરી

English summary
bipin rawat can be first cheif of staff of defence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X