For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના નામનો તખ્તો તૈયાર, 24 કલાકમાં થઇ શકે છે જાહેરાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 સપ્ટેમ્બરઃ મળી રહેલી માહિતી અનુસાર 24 કલાકની અંદર નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવે તેવી સંભાવના છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નરેન્દ્ર મોદીના માર્ગમાં અડચણ બનેલા ભાજપના પિતામહ લાલકૃષ્ણ અડવાણીને હવે પક્ષ હાંશિયામાં ધકેલી શકે છે. રાષ્ટ્રીય સ્વંયસવેક સંઘે સમજાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં અડવાણી, મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાના સામુહિક નિર્ણય વિરુદ્ધ ઉભા છે. તેમના આ વલણથી પાર્ટીની છબી ખરાડઇ રહી છે, કાલે સંસદીય બોર્ડની બેઠક બાદ અડવાણીની સહમતી વગર જ મોદીના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. સંસદીય બોર્ડના તમામ સભ્યોને દિલ્હીમાં ઉપસ્થિત થવાં માટે કહેવામાં આવ્યું છે. જે સભ્યો દિલ્હીની બહાર છે, તે કાલે સવાર સુધીમાં આવી જશે.

પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે બુધવારે અડવાણીની મુલાકાત કરીને તેમને મનાવવાના પ્રયત્નો કર્યાં, પરંતુ તેઓ તેમના પ્રયાસમાં સફળ થયા નથી. પક્ષ એ વાતથી નારાજ છે કે મોદીની ઉમેદવારી પર અડવાણીની ટૂકડી નવી-નવી શરતો મુકી રહી છે. તેવામાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, ગોવા કાર્યકારિણીની જેમ અડવાણી વગર જ મોદીના નામની જાહેરાત કરી દેવામાં આવશે.

India-Advani-Modi
અહેવાલો અનુસાર મોદી વિરોધી ટૂકડીએ ત્રણ શરતો મુકી છે. જે અનુસાર, મોદીને પક્ષના પ્રધાનમંત્રીના ઉમેદવાર ઘોષિત કરવામાં આવે તો એ પહેલા ચૂંટણી પ્રચાર સમિતિ અને ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડશે. આ ઉપરાંત અડવાણીના સૂચનો પર અમલ કરવું પડશે. મોદીની નજીકના લોકોનું કહેવું છે કે, તે મુખ્યમંત્રી પદ નહીં છોડે. જ્યાં સુધી બીજી શરતની વાત છે તો અડવાણીની ટૂકડી ચૂંટણી પ્રચાર સમિતિ માટે સુષમા સ્વરાજનું નામ સૂચવી રહી છે, પરંતુ તેને માનવામાં આવે તેવી સંભાવનાઓ નહીંવત છે. જો મોદી ચૂંટણી સમિતિના ચેરમેનનું પદ છોડે તો તે ઇચ્છશે કે આ મહત્વનું પદ તેમના નજીકના સાથી પાસે રહે. જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ અરૂણ જેટલીના નામ પર હામી ભરી શકે છે.

પક્ષના સૂત્રોનું કહેવું છે કે, રાજનાથ પોતાની તરફતી અડવાણીને મનાવવાના તમામ પ્રયત્નો કરી ચૂક્યા છે. જો કે રાજનાથે હાર માની નથી. અલગ-અલગ સ્તરે કેટલાક વધું પ્રત્યનો કરવામાં આવી રહ્યાં છે. રાજનાથ ફરી એકવાર તેમની સાથે વાત કરશે. ત્યારબાદ અડવાણી નહીં માને તો તેને ભૂલીને પક્ષ સામુહિક નિર્ણય સાથે આગળ વધશે. આ પહેલા એ પ્રયત્નો કરવામાં આવશે કે સંસદીય બોર્ડમાં મોદી વિરોધી સભ્યો સુષમા સ્વરાજ અને મુરલી મનોહર જોશીને મનાવીને આમ સહમતી બનાવવામાં આવે. સંઘ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ રાજનાથ સિંહ હવે મોદીના નામની ઘોષણા કરવામાં મોડું કરવા માગતા નથી.

છેલ્લા બે-ત્રણ દિવસોથી એ સંકેત આપવામાં આવ્યા છે કે, મોદીના નામની જાહેરાત પિતૃ પક્ષ શરૂ થતા પહેલા થશે. હવે આ નિર્ણય પાછળ હટવો પક્ષ માટે આત્મઘાતી સાબિત થઇ શકે છે. કાર્યકર્તાઓ અને નેતાઓની સાથો-સાત સંસદીય બોર્ડમાં મોટાભાગના સભ્યો મોદીને ચૂંટણી ચહેરો બનાવવામાં આવે તેવા પક્ષમાં છે. જેને જોતા પક્ષ પણ હવે પોતાના નિર્ણય પર અડી ગયો છે.

અડવાણી પ્રધાનમંત્રી પદના ઉમેદવારના નિર્ણય પર વિધાનસભા ચૂંટણી પછી ટાળી રહ્યાં છે, પરંતુ પક્ષના નેતા કહે છે કે, ગત લોકસભા ચૂંટણીમાં પોતાની ઉમેદવારી જાહેર કરતી વખતે તેમણે આ તર્કને ખારીજ કરી દીધો હતો. 2007માં ગુજરાત વિધાનસભા ચૂંટણીને જોતા મોદી અને ગુજરાતના તત્કાલિન પ્રભારી અરૂણ જેટલી તરફથી સૂચન આપવામાં આવ્યા હતા કે ચૂંટણી સુધી ઘોષણા ટાળી દેવામાં આવે, પરંતુ એ પહેલા અડવાણીએ ઉમેદવારીની ઘોષણા કરી દીધી હતી.

English summary
Announcement of Narendra Modi as BJP's PM candidate is very possible tomorrow even without persuading senior leader LK Advani, said sources today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X