For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢ ચૂંટણી માટે ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, કેટલાય દિગ્ગજો સામેલ

છત્તીસગઢ ચૂંટણી માટે ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં આગામી વિધાનસભા ચૂંટણીને જોતા ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ યાદીમાં ડઝનેક કેન્દ્રીય મંત્રીઓનાં નામ પણ સામેલ છે, ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 6 જેટલા મુખ્યમંત્રીઓ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પાર્ટી માટે પ્રચાર કરશે. એટલું જ નહિ પાર્ટીના બે મહાસચિવ પણ પ્રદેશમાં પાર્ટી માટે પ્રચાર કરશે અને ભાજપને વોટ આપવા માટે અપીલ કરશે.

સંગઠનથી જોડાયેલા લોકો પણ સામેલ

સંગઠનથી જોડાયેલા લોકો પણ સામેલ

પાર્ટી માટે જે સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી સૌદન સિંહ અને સ્ટેટ જનરલ સેક્રેટરી પવન સાઈને પણ આ યાદીમાં જગ્યા આપવામાં આવી છે. અગાઉ ક્યારેય પાર્ટીના સંગઠન સાથે જોડાયેલા લોકો ભાજપ માટે પ્રચાર નહોતા કરતા, પરંતુ પહેલી વાર એવું થઈ રહ્યું છે કે સંગઠન સાથે જોડાયેલા પદાધિકારીઓ પણ પાર્ટી માટે પ્રચાર કરશે. પાર્ટીના પ્રચારકોની યાદીમાં બૉલીવુડની હસ્તિઓ પણ સામેલ છે.

ગ્લેમરનો તડકો

ગ્લેમરનો તડકો

પાર્ટી માટે ભાજપના સાંસદ હેમા માલિની પણ છત્તીસગઢમાં પ્રચાર કરશે. એમના ઉપરાંત સ્મૃતિ ઈરાની, દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી પણ પાર્ટી માટે પ્રચાર કરશે. તિવારી પાર્ટીના લોકોને ભોજપુરીમાં સંવાદ સ્થાપિત કરવામાં મદદ કરશે.

આ મુખ્યમંત્રીઓ પ્રચાર કરશે

આ મુખ્યમંત્રીઓ પ્રચાર કરશે

પ્રદેશમાં આદિવાસીઓની સંખ્યાને જોતા વરિષ્ઠ આદિવાસી નેતાઓને પણ યાદીમાં જગ્યા આપવામાં આવી છે. આ યાદીમાં કેન્દ્રીય મંત્રી જુએલ ઓરમ, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડા, ફગન સિંહ કુલસ્તે વગેરેના નામ સામેલ છે. જો મુખ્યમંત્રીઓની વાત કરીએ તો મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઝારખંડના મુખ્યમંત્રી રઘુબર દાસ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવણીસ અને છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ પ્રદેશમાં પાર્ટી માટે પ્રચાર કરશે. આ તમામ મુખ્યમંત્રીઓના નામને સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ મંત્રીઓ પ્રચાર કરશે

આ મંત્રીઓ પ્રચાર કરશે

સ્ટાર પ્રચારકોની યાદીમાં જો યુવા ચહેરાઓની વાત કરીએ તો અભિષેક સિંહ, રણવિજય પ્રતાપ સિંધ જેવા સાંસદોને પણ સામેલ કરવામાં આવ્યા છે. મંત્રીઓમાં કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, નાણામંત્રી અરુણ જેટલી, પરિવહન મંત્રી નીતિન ગડકરી, ઉમા ભારતી, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, જુએલ ઓરમ, રવિ શંકર પ્રસાદ, જગત પ્રકાશ નડ્ડાનું નામ સામેલ છે, જો પાર્ટી માટે પ્રદેશમાં પ્રચાર કરશે. કેટલાક અન્ય સ્ટાર પ્રચારકોની વાત કરીએ તો તેમાં રમેશ બેસ, હુકુમદેવ નારાયણ સિંહ યાદવ, રામકૃપાલ યાદવ, બ્રજમોહન અગ્રવાલ, વિષ્ણુ દેવ સાઈ, દિનેશ કશ્યપનું નામ પણ આ યાદીમાં સામેલ છે.

દિવાળીમાં ફટાકડા ફોડવા માટે સુપ્રીમ કોર્ટની આ છે શરતો, જાણો દિવાળીમાં ફટાકડા ફોડવા માટે સુપ્રીમ કોર્ટની આ છે શરતો, જાણો

English summary
BJP announces list of 40 star campaigner with some glamour quotient in it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X