For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે MLCની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી કરી જાહેર, બિહારથી શહેનવાઝ હુસેનને બનાવ્યા ઉમેદવાર

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ અને બિહાર વિધાન પરિષદની ચૂંટણીઓ માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશની 12 અને બિહારની એક વિધાન પરિષદની બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ભાજપે આજે 12 એમએલસી બેઠક

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ અને બિહાર વિધાન પરિષદની ચૂંટણીઓ માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશની 12 અને બિહારની એક વિધાન પરિષદની બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ભાજપે આજે 12 એમએલસી બેઠકો માટે 6 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. શુક્રવારે ભાજપે ચાર ઉમેદવારોની જાહેરાત કરી હતી.

MLC

આ 6 નામ કુંવર માનવેન્દ્રસિંહ, ગોવિંદ નારાયણ શુક્લા, સલીલ બિષ્નોઇ, અશ્વની ત્યાગી, ધરમવીર પ્રજાપતિ અને સુરેન્દ્ર ચૌધરી છે. આ સાથે જ બીજેપીએ શાહનવાઝ હુસેનને બિહારની ટિકિટ આપી છે.
યુપીમાં વિધાન પરિષદની 12 બેઠકો પર ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચે બુધવારે વિધાન પરિષદની ચૂંટણીઓનું સંપૂર્ણ સમયપત્રક જાહેર કર્યું હતું. જાહેર કરેલા ચૂંટણી સમયપત્રક મુજબ 11 નવેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવશે. 11 થી 18 જાન્યુઆરી સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. 19 જાન્યુઆરીએ નામાંકન પત્રની તપાસ કરવામાં આવશે અને 21 જાન્યુઆરીએ ઉમેદવારી પત્રક પરત ખેંચવામાં આવશે. 28 જાન્યુઆરીએ સવારે 9 થી સાંજના 4 સુધી મતદાન યોજાશે. તે જ દિવસે સાંજે પાંચ વાગ્યાથી મતગણતરી પણ શરૂ થશે.

મહત્વનું છે કે, વિધાન પરિષદની 12 બેઠકો ઉત્તર પ્રદેશમાં 30 જાન્યુઆરીએ ખાલી પડી રહી છે. વિધાન પરિષદની જે 12 બેઠકો ખાલી છે તેમાં સમાજવાદી પાર્ટીના અહેમદ હસન, રમેશ યાદવ, આશુ મલિક, રામજાતન રાજભાર, વીરેન્દ્રસિંહ અને સાહેબસિંહ સૈનીનો સમાવેશ થાય છે. ભારતીય જનતા પાર્ટી પાસે ડો.દિનેશ શર્મા, સ્વતંત્ર દેવ સિંહ અને લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે. બહુજન સમાજ પાર્ટીના ધરમવીરસિંહ અશોક, પ્રદીપકુમાર જાટવ અને નસીમુદ્દીન સિદ્દીકીના કાર્યકાળનો અંત આવી રહ્યો છે. નસિમુદ્દીન આમાં કોંગ્રેસમાં જોડાયા છે. વિધાન પરિષદનું તેમનું સભ્યપદ પાછું લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કોરોના વેક્સિન લગાવ્યા બાદ આ બાબતોનું રાખવું પડશે ખાસ ધ્યાન, ભુલથી પણ ન કરો આ કામ

English summary
BJP announces list of candidates for MLC polls, nominates Shahnawaz Hussain from Bihar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X