પાકિસ્તાનમાં ભાજપની સાઇટ બંધ, નરેન્દ્ર મોદીની ચાલુ

Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 22 એપ્રિલ : પાકિસ્તાનમાં લોકો ભાજપની સત્તાવાર વેબસાઇટ જોઇ શકતા નથી. કારણ કે ભાજપે પાકિસ્તાનમાં પોતાના ઇન્ટરનેટ પેજને બ્લોક કરી દીધું છે. જો કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને માટે જાણવા ઇચ્છતા લોકો નરેન્દ્ર મોદીની વેબસાઇટ narendramodi.in પર જઇને જોઇ શકે છે.

પાકિસ્તાનમાંથી લોગ ઇન કરતા જે પેજ સ્કીન પર દેખાય છે તેમાં એવી એરર દેખાય છે કે 'એરર 1009 આ વેબસાઇટના માલિક (ભાજપઓઆરજીએ એ દેશ કે વિસ્તારના આપના આઇપી એડ્રેસને પ્રતિબંધિત કર્યો છે. જેના કારણે આપ તેમાં લોગ ઇન થઇ શકશો નહીં.)'

narendra-modi-rajnath

આ કારણે હવે પાકિસ્તાનના કેટલાક ટેક્નોસાવીઓ લોગ ઇન કરવા માટે ખાનગી નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી પાકિસ્તાનના આઇપી એડ્રેસને છુપાવી શકાય અને ભાજપની વેબસાઇટ સુધી પહોંચી શકાય.

ભાજપના ટ્વિટર હેન્ડલને પણ પાકિસ્તાનમાંથી જોઇ શકાતું નથી. કેટલાક લોકો એવો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે ભાજપને પોતાની વેબસાઇટ હેક થઇ જવાનો ભય લાગતો હશે જેના કારણે તેઓ આમ કરે છે. પરંતુ હેકર્સ પોતાના આઇપી એડ્રેસનો ઉપયોગ જ કરતા નથી.

English summary
BJP blocks access to party web site in Pakistan, NaMo site is accessible.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X