'ભાજપની સરકાર બની તો, અયોધ્યામાં બનશે રામ મંદિર'

ram temple
લખનઉ, 28 જુલાઇ : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયીએ જણાવ્યું કે જો 2014ની સામાન્ય ચૂંટણીમાં પાર્ટીને પૂર્ણ બહુમત મળ્યું, તો જે રીતે ડો. રાજેન્દ્ર પ્રસાદના સમયમાં સંવિધાનમાં સંશોધન કરી સોમનાથ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. એવી જ રીતે ભાજપા પણ રામ મંદિરનું નિર્માણ કરાવશે. વાજપેઇએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ગઠબંધન અને ધર્મની મજબૂરીઓ અને પૂર્ણ બહુમત ન મળવાને કારણે આજ સુધી રામ મંદિરનું નિર્માણ કરાવી શક્યા ન્હોતા.

વાજપેઇએ જણાવ્યું કે ' રામ મંદિર આસ્થાનો વિષય છે. મંદિર આંદોલનની શરૂઆત વિશ્વ હિંદુ પરિષદે કરી હતી. બાદમાં પાર્ટી દ્વારા એ સૂત્ર પણ આપવામાં આવ્યું કે રામલલા અમે આવીશું, મંદિર ત્યાં જ બનાવીશું.. મંદિર ત્યાં ત્યારે જ સ્થાપિત થશે જ્યારે ત્યાં સ્થાન ખાલી થશે. હિન્દુ સમાજના કારણે જ ત્યાંનું સ્થાન ખાલી થઇ શક્યું છે.'

રાષ્ટ્રવાદના મુદ્દા પર વાજપેઇએ જણાવ્યું કે , હિન્દુત્વ જ રાષ્ટ્રવાદ છે, રાષ્ટ્રવાદ જ હિન્દુત્વ છે. ભારત માતાના દુ:ખમાં દુ:ખી અને સુખમાં સુખી થનાર દરેક પંથ અને ધર્મનો વ્યક્તિ રાષ્ટ્રવાદી હોઇ શકે છે. વાજપેઇને એવું પૂછવામાં આવતા કે કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ પણ હિન્દુ છે અને રોજ મંદિર જાય છે. આની પર તેમણે જણાવ્યું કે એવા વ્યક્તિ જે હિન્દુઓ સાથે જોડાયેલા છે સાંસ્કૃતિક કેન્દ્રો પર જતા હોય પરંતુ આચાર, વિચાર અને વ્યવહારમાં તેને લાગુ ના કરતા હોય તે વ્યક્તિ હિન્દુ ના હોઇ શકે.

તેમણે જોરદાર તીખા શબ્દોમાં જણાવ્યું કે બાટલા હાઉસ અથડામણના આરોપીયોના ઘરે જઇને છાતી ઠોકીને પછતાઓ કરનારો વ્યક્તિ હિન્દુ ક્યારે ના હોઇ શકે. આગામી લોકસભા ચૂંટણીને લઇને પાર્ટીની તૈયારીઓ અંગે પૂછવા અંગે વાજપેઇએ જણાવ્યું કે ચૂંટણી સુશાસન, વિકાસ અને રાષ્ટ્રવાદના મુદ્દા પર જ લડવામાં આવશે. આ ઉપરાંત મોંઘવારી, ભ્રષ્ટાચાર અને આંતરિક તથા બાહ્ય સુરક્ષાની સાથે રમત પણ મુખ્ય મુદ્દો બનશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X