For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજેપીએ મહાકુંભ માટે 10000 બુરખા ખરીદ્યા : દિગ્વિજય સિંહ

|
Google Oneindia Gujarati News

digvijay-singh
ઇન્દોર, 24 સપ્ટેમ્બર : કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ દિગ્વિજય સિંહે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર ભોપાલમાં યોજાનારા મહાકુંભ માટે 10,000 બુરખા ખરીદ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.

મધ્યપ્રદેશ પહોંચેલા દિગ્લવિજય સિંહે મંગળવારે પત્રકારો સાથે ચર્ચા કરતા ખરીદવામાં આવેલા બુરખાઓની એક પહોંચ પણ દર્શાવી હતી. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે ઇન્દોરથી 10,000 બુરખા ખરીદવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ બુરખાઓની કિંમત 44 લાખ રૂપિયા છે. તેમાથી 42 લાખ બુરખાઓનું પેમેન્ટ થઇ ગયું છે.

દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો છે કે આ બુરખાઓને દિલીપ બિલ્ડકોન કંપની સાથે સંબંધ ધરાવનારા દેવેન્દ્ર જૈને ખરીદ્યા છે. ઇન્દોરથી ખરીદવામાં આવેલા બુરખાઓ મુસ્લિમ મહિલાઓને આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભોપાલમાં ભાજપે 25 સપ્ટેમ્બરના રોજ કાર્યકર્તા મહાકુંભનું આયોજન કર્યું છે. આ મહાકુંભમાં ભાગ લેવા માટે ભાજપના વડાપ્રદાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ પહોંચી રહ્યા છે. મહાકુંભમાં ભાજપના 50,000 મુસલમાન આવવાના છે તેવો દાવો કરવામાં આવ્યો છે. જેમાં 5000 મુસ્લિમ મહિલાઓ પણ હશે.

દિગ્વિજય સિંહે જે વ્યક્તિ પર બુરખા ખરીદનાનો આરોપ લગાવ્યો છે તે એક વરિષ્ઠ પોલીસ અધિકારીનો ભાઇ પણ છે. બીજી તરફ દિલિપ બિલ્ડકોન અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની નજદીકી કોઇનાથી છુપી નથી. દિલીપ બિલ્ડકોનના માલિક દિલીપ સૂર્યવંશીને ત્યાં આવકવેરા વિભાગના દરોડા પણ પડી ચૂક્યા છે.

English summary
BJP buy 10 thousand Burka for Maha Kumbh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X