સંઘના ટેકા થકી મોદીનું પ્રધાનમંત્રી ઉમેદવાર બનવું પાક્કું!
નવી દિલ્હી, 9 જુલાઇ : અંગ્રેજી અખબાર ઇકોનોમિક ટાઇમ્સના હવાલાથી મળી રહેલા સમાચાર અનુસાર આ મહિનાના અંત સુધી ભારતીય જનતા પાર્ટી પોતાના પ્રધાનમંત્રી પદ માટેના ઉમેદવારની જાહેરાત કરી દેશે અને પીએમ પદના ઉમેદવાર માટે પાર્ટી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરી દેશે.
સૂત્રોના હવાલાથી આવેલા સમાચાર અનુસાર નરેન્દ્ર મોદીના સમર્થનની વાત કરીને આરએસએસે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને પણ જણાવી દીધું છે. સમાચાર એ પણ છે કે મોદી વારાણસીથી લોકસભાની ચૂંટણી લડશે.

જો મોદીના નામ પર મોહર લાગે છે તો આવનાર લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીની ટક્કર જોરદાર રીતે જોવા મળશે. મહારાષ્ટ્રના અમરાવતીમાં આજથી યોજાનાર આરએસએસની બેઠકમાં પણ મોદી પર ચર્ચા કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
