ભાજપ બે દિવસમાં PM ઉમેદવાર જાહેર કરે : નીતિશ

હવે અહેવાલ મળી રહ્યા છે કે બિહારનાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારે ભારતીય જનતા પાર્ટીને અલ્ટીમેટમ આપી દીધું છે કે તેઓ બે દિવસમાં પોતાનાં વડા પ્રધાન પદનાં ઉમેદવારની જાહેરાત કરે.
સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, નીતીશ કુમારે ભાજપનાં વરિષ્ઠ નેતાઓને કહ્યું છે કે, ગોવામાં ચૂંટણી પ્રચાર સમિતિનાં પ્રમુખને લઈને લેવાયેલો નિર્ણય તેમનો વ્યક્તિગત છે, પરંતુ ભાજપ મોદીને લઈને એવા નિવેદનો કરી રહી છે જાણે મોદીને તેમણે પીએમ તરીકે પ્રોજેક્ટ કર્યા હોય.
નીતીશે ભાજપનાં નેતાઓને કહ્યું છે કે, ભાજપ મોદીનાં પીએમ ઉમેદવારને લઈને પોતાનો નિર્ણય સ્પષ્ટ કરે, બેઠક બાદ શરદ યાદવે કહ્યું કે, ભાજપ સાથે વાત ચાલી રહી છે, આજે ગુરૂવારે સાંજે બધુ સ્પષ્ટ થઈ જશે, દરેક મુદ્દે ચર્ચા કરાશે. પછી એનડીએ સાથેના ગઠબંધન પર નિર્ણય લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
