હેલીકોપ્ટર સોદાઓ: બીજેપીના નિશાના પર આવ્યું યુપીએ

બીજેપીએ માંગ કરી છે કે અગસ્ટા વેસટલેન્ડ સાથે જે ડીલ થઇ છે તેની પર સરકાર પૂનર્વિચાર કરે. બીજેપીએ પીએમ મનમોહનસિંહ અને સોનિયા ગાંધીને સવાલ કર્યો છે કે શું દરેક મંત્રાલયોમાં આ પ્રકારનો જ ભ્રષ્ટાચાર છે? તેમણે કહ્યું કે સરકાર આ મામલે ચૂપ કેમ હતી. સીબીઆઇ તપાસના આદેશ પહેલા કેમ આપવામાં ના આવ્યો?
અત્રે ઉલ્લેખનિય છે કે રક્ષા સોદાના સંબંધમાં ભારતના પૂર્વ વાયુસેના અધ્યક્ષ એસ પી ત્યાગી પર ગંભીર આરોપ લગાવ્યા છે. ઇટલીની તપાસ એજન્સીના અહેવાલમાં ત્યાગીનું નામ સામે આવ્યું છે.
કહેવામાં આવે છે કે ત્યાગીને લાંચ આપવામાં આવી હતી. લાંચ આપવાના આરોપમાં ઇટલીની પોલીસ ડિફેન્સ કંપની ફિનમેક્કનિકાના સીઇઓને પહેલા જ ધરપકડ કરી લેવાઇ છે. સીઇઓ પર 350 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે.












Click it and Unblock the Notifications
