'રાહુલ ગાંધીએ પૂર્વ પીએમ નરસિંહા રાવને નહોતી આપી શ્રદ્ધાંજલિ', પૌત્ર એનવી સુભાષે લગાવ્યો મોટો આરોપ
રાહુલ ગાંધીએ દિલ્લીમાં પૂર્વ પ્રધાનમંત્રીઓને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રાજકારણ ગરમાયેલુ છે. હવે નરસિમ્હા રાવના પૌત્રએ તેમના પર મોટો આરોપ લગાવ્યો છે.
BJP Hits On Rahul Gandhi: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે દિલ્લીમાં મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયી ઉપરાંત ઘણા પૂર્વ પ્રધાનમંત્રીઓને શ્રદ્ધાંજલિ આપી. રાહુલ ગાંધીએ આપેલી આ શ્રદ્ધાંજલિઓને લઈને રાજકારણ ગરમાયેલુ છે. ભાજપ પ્રવકતા ગૌરવ ભાટિયાએ આને દેખાડો અને નાટક ગણાવ્યુ છે. ત્યાં બીજી તરફ પૂર્વ પીએમ નરસિંહા રાવના પૌત્ર અને ભાજપ નેતા એનવી સુભાષે રાહુલ ગાંધી પર મોટો આરોપ લગાવ્યો છે.

'રાહુલ ગાંધી જાણીજોઈને શ્રદ્ધાંજલિ આપ્યા વિના ત્યાંથી નીકળી ગયા'
તેમણે કહ્યુ કે જો રાહુલ ગાંધી પૂર્વ પ્રધાનમંત્રીઓને આદર આપવા માટે ગંભીર હોત તો તેમણે ભારત જોડો યાત્રા દરમિયાન હૈદરાબાદમાં પીવી નરસિમ્હા રાવની સમાધિની મુલાકાત ચોક્કસ લીધી હોત. રાહુલ ગાંધીએ જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયી સહિતના પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી હતી પરંતુ બિન-ગાંધી પીએમ પીવી નરસિમ્હા રાવને શ્રદ્ધાંજલિ આપી ન હતી. રાહુલ ગાંધી પર આરોપ લગાવતા એનવી સુભાષે કહ્યુ કે હૈદરાબાદની મુલાકાત દરમિયાન તેમણે ઈન્દિરા ગાંધીની પ્રતિમા પાસે એક રેલીને સંબોધિત કરી હતી, પરંતુ તેઓ જાણીજોઈને શ્રદ્ધાંજલિ આપ્યા વિના ત્યાંથી નીકળી ગયા હતા.
પૂર્વ પીએમ નરસિમ્હા રાવની ઉપેક્ષા કરવાનો આરોપ
એનવી સુભાષે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર પણ કટાક્ષ કર્યો અને કહ્યુ કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નિરર્થકતાની કવાયત છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ પર હંમેશા પૂર્વ પીએમ નરસિમ્હા રાવની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવવામાં આવે છે. આ અંગે પીએમ મોદીએ કોંગ્રેસ પર અનેકવાર પ્રહારો પણ કર્યા છે. એકવાર એક રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યુ હતુ કે જો કોંગ્રેસે 2004થી 2014 વચ્ચે ગમે ત્યારે રાવની પ્રશંસા કરી હોય તો પુરાવા આપો.
ભાજપે રાહુલ ગાંધી પર કર્યા પ્રહારો
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ ટ્વિટ કરીને લખ્યુ, 'રાહુલ ગાંધીની ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓની સમાધિની મુલાકાત તેમના પરિવર્તનની કવાયતનો એક ભાગ છે, જો તેઓ આ અંગે ગંભીર હોત તો તેમણે હૈદરાબાદમાં નરસિમ્હા રાવની સમાધિની પણ મુલાકાત લેવી જોઈતી હતી. નવેમ્બરની શરૂઆતમાં યાત્રા તેલંગાણામાંથી પસાર થઈ હતી પરંતુ વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ વડા પ્રધાન નરસિમ્હા રાવની પ્રતિમાની મુલાકાત લીધી ન હતી.'
નરસિમ્હા રાવ 1991માં બન્યા હતા પ્રધાનમંત્રી
તમને જણાવી દઈએ કે 23 ડિસેમ્બર 2004ના રોજ નરસિમ્હા રાવનુ અવસાન થયુ હતુ. 28 જૂન 1921ના રોજ જન્મેલા નરસિંહ રાવના કાર્યોની કદર ન કરવાનો કોંગ્રેસ પર હંમેશા આરોપ છે. પીવી નરસિમ્હા રાવ 21 જૂન 1991થી 16 મે 1996 સુધી ભારતના વડાપ્રધાન હતા. નરસિમ્હા રાવના સમયગાળા દરમિયાન ભારતમાં આર્થિક ઉદારવાદનો માર્ગ ખુલ્યો હતો. ગાંધી પરિવાર સાથે નરસિમ્હા રાવના સંબંધો હંમેશા સારા રહ્યા નથી. રાજીવ ગાંધીના આકસ્મિક નિધન બાદ નરસિમ્હા રાવને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
