For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીની તમામ 7 સીટ પર ભાજપ આગળ, 2014માં પણ જીતી હતી બધી સીટ

દિલ્હીની તમામ 7 સીટ પર ભાજપ આગળ, 2014માં પણ જીતી હતી બધી સીટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં લોકસભા ચૂંટણી 2019 માટે મતની ગણતરી 23 મેના રોજ 8 વાગ્યે શરૂ થઈ ગઈ છે. અહીં સાત લોકસભા મતવિસ્તારમાં છ તબક્કામાં 12 મેના રોજ અતદાન પૂર્ણ થયું. જેમાં મુખ્ય રૂપે નવી દિલ્હી, દક્ષિણ દિલ્હી, પશ્ચિમી દિલ્હી, પૂર્વી દિલ્હી, ચાંદની ચોક, ઉત્તર-પશ્ચિમ દિલ્હી, ઉત્તર-પૂર્વ દિલ્હી સામેલ છે. આ વખતે દિલ્હીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. અહીં ભાજપના સાંસદ મનોજ તિવારી, હર્ષવર્ધન, રમેશ બિઘૂડી, ક્રિકેટરથી રાજનીતિમાં આવેલ ગૌતમ ગંભીર, કોંગ્રેસની ટિકિટ પર દક્ષિણ દિલ્હી સીટથી ચૂંટણી લડી રહેલ બૉક્સર વિજેંદર સિંહ, ઉપરાંત આમ આદમી પાર્ટીની લોકપ્રિય નેતા આતિશી અને રાઘવ ચઢ્ઢા જેવા કદાવર નેતાની કિસ્મત દાવ પર છે.

 7 સીટ પર ભાજપ આગળ

7 સીટ પર ભાજપ આગળ

આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી પૂર્વી દિલ્હીથી ત્રીજા નંબર પર ચાલી રહ્યાં છે. ઉત્તર-પૂર્વી દિલ્હીથી 4678 વોટ સાથે અત્યાર સુધી ભાજપના મનોજ તિવારી આગળ છે, શીલા દીક્ષિત 1647 વોટ સાથે બીજા અને આપના દિલીપ પાંડે 944 વોટ સાથે ત્રીજા નંબર પર છે. ચાંદની ચોકની લોકસભા સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ ગુપ્તા ત્રીજા સ્થાન પર જ્યારે બીજા સ્થાન પર કોંગ્રેસના જયપ્રકાશ અગ્રવાલ અને પહેલા નંબર પર હર્ષવર્ધન છે. દિલ્હીની તમામ સાતેય સીટ પર ભાજપ લીડ કરી રહ્યું છે.

ફરી ભાજપ લીડમાં

ફરી ભાજપ લીડમાં

2014માં દિલ્હીમાં ભાજપે તમામ સાત સીટ પર જીત નોંધાવી હતી. જો કે એક્ઝિટ પોલના પરિણામ મુજબ દિલ્હીમાં એક વખત ફરી ભાજપ લીડમાં છે. 19 મેના રોજ આવેલ એક્ઝઇટ પોલમાં ઈન્ડિયા ટીવી-સીએનએક્સ મુજબ દિલ્હીની તમામ સીટ ભાજપના ભાગમાં જઈ રહી છે. બીજી બાજુ એબીપી-નીલ્સને ભાજપને 5, કોંગ્રેસને 1 અને આમ આદમી પાર્ટીને 1 સીટ મળતું હોવાનું અનુમાન લગાવ્યું છે.

ક્લિન સ્વિપ કરવાની તૈયારીમાં

ક્લિન સ્વિપ કરવાની તૈયારીમાં

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે કહ્યું છે કે 23 મેના રોજ મતગણતરીના દિવસે વીવીપીએટી સ્લિપની ગણતરી કરવાની હોવાના કારણે રાજધાનીની સાત લોકસભા સીટ પર રિઝલ્ટ ઘોષિત કરવામાં 5-6 કલાક મોડું થઈ શકે છે. દિલ્હીની 70માંથી પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રમાં વીવીપેટ મશીનથી ઈવીએમમાં પડતા વોટનો મેળાપ કરવામાં આવશે જેમાં મહત્તમ સમય લાગશે. સિંહે જણાવ્યું કે ઈવીએમની ગણતરી પૂરી થયા બાદ સુપ્રીમ કોર્ટ નિર્દેશો મુજબ વીવીપીએટીની ગણતરી કરવાાં આવશે. તેમણે કહ્યું કે દરેક વિધાનસભા ક્ષેત્રથી વીવીપેટની કોઈપણ પાંચ મશીન પસંદ કરવામાં આવશે અને તેની સ્લિપની ગણતરી કરવામાં આવશે જેના માટે દરેક હૉલમાં વિશેષ વીવીપેટ ગણતરી બૂથ હશે.

ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ આગળ, કોંગ્રેસને હાથ લાગી માત્ર નિરાશાગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ આગળ, કોંગ્રેસને હાથ લાગી માત્ર નિરાશા

English summary
bjp is leading in all 7 lok sabha seats of delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X