આજથી ભાજપની બે દિવસીય 'પાઠશાળા', મોદી અને શાહ સાંસદોનો ક્લાસ લેશે

આજથી ભાજપની બે દિવસીય 'પાઠશાળા', મોદી અને શાહ સાંસદોનો ક્લાસ લેશે

નવી દિલ્હીઃ ભાજપના તમામ સાંસદો માટે બે દિવસ સુધી ચાલનાર દિશા-દર્શન શિબિરનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં એમ મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભાજપના અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. આ શિબિરની શરૂઆત કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાના ઉદ્ભાષણથી થશે. અમિત શાહ સાંસદોની ભૂમિકા પર શનિવારે સાંજે બોલશે. આ બેઠકાં ભાજપના તમામ સાંસદોની હાજરી ફરજિયાત છે.

ભાજપની પાઠશાળા

ભાજપની પાઠશાળા

ભારે બહુમતથી જીતીને બીજીવાર સત્તામાં વાપસી કરનાર ભાજપ પોતાના સાંસદોને સારી રીતે કામ સિખવવા માટે એકવાર ફરી 'પાઠશાળા'નું આયોજન કરી રહ્યું છે. આ પાઠશાળા વિચારધારાનો સંદેશ અને સાંસદોથી પાર્ટીની અપેક્ષા જણાવવા માટે આયોજિત કરવામાં આવી છે. પીએમ મોદી રવિવારે તમામ સાંસદોને સંબોધિત કરશે. માનવામાં આવી રહ્યું છે કે પીએણ મોદી તમામ સાંસદોને અનુશાસનનો પાઠ ભણાવશે.

દિશા-નિર્દેશ આપવામાં આવશે

દિશા-નિર્દેશ આપવામાં આવશે

ચૂંટણીમાં જીત નોંધાવ્યા બાદ સાંસદોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે સાર્વજનિક ફોરમ પર બોલવાથી સાંસદોએ બચવું પડશે. સાંસદોને સદનમાં હાજર રેહવાને લઈને પણ દિશા-નિર્દેશ આપવામાં આવશે. આ શિબિરમાં ભાજપના તમામ સાંસદોને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ શિબિરના કુલ 9 સત્ર હશે. આખા દિવસમાં અભ્યાસ વર્ગના ચાર સત્ર હશે. જ્યારે આગલા અઠવાડિયે શનિ-રવિવારે સાંસદોના અંગત સ્ટાફ માટે પણ આવી જ કાર્યશાળા આયોજિત કરવામાં આવશે.

અમિત શાહ પણ હાજર રહેશે

અમિત શાહ પણ હાજર રહેશે

અમિત શાહ ભાજપ સંગઠન અને તેની કાર્ય સંસ્કૃતિ પર પ્રકાશ નાખશે. પહેલા દિવસે સંસદીય પ્રક્રિયા અને સાંસદ નિધીને લઈ લેક્ચર હશે. આ પ્રકારે નમો એપ અને ભાજપ સોશિયલ મીડિયાની સાંસદોને જાણકારી આપવામાં આવશે. સાંસદોની સદન અને સંસદીય ક્ષેત્રમાં ભૂમિકા પર વાત થશે. કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા 'નવા ભારતની સંકલ્પના' મુદ્દા પર પોતાના વિચાર વ્યક્ત કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X