પ્રિયંકાની ‘સારી અસર' ઘટાડવા માટે હાથપગ મારી રહ્યુ છે ભાજપ

ભાજપને લાગે છે કે પ્રિયંકા ગાંધી વાડ્રાની આ યાત્રાની મતદારો પર અસર થઈ શકે છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ 13 મેના રોજ મધ્ય પ્રદેશના માલવા વિસ્તારની 3 સીટો પર પોતાની છાપ છોડવાની કોશિશ કરી. તેમણે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરના દર્શન અને વિશેષ પૂજા અર્ચના કરી. રતલામમાં એક સામાન્ય સભાને સંબોધિત કરી અને ઈન્દોરમાં એક રોડ શો કર્યો. ઈન્દોરનો રોડ શો લગભગ 92 મિનિટ ચાલ્યો. આમાં તેમણે ભાષણ પણ આપ્યુ અને મતદારોને પ્રભાવિત કરવા માટે દરેક સંભવ કોશિશ કરી. ભાજપને લાગે છે કે પ્રિયંકા ગાંધી વાડ્રાની આ યાત્રાની મતદારો પર અસર થઈ શકે છે. એ અસરને ઘટાડવા માટે મંગળવારે ભાજપના કાર્યકર્તાઓએ જે માર્ગથી પ્રિયંકા ગાંધીની રેલી નીકળી હતી ત્યા પૂજા પાઠ કર્યા અને રેલી માર્ગની શરૂઆતમાં શહીદ ભગતસિંહની એ પ્રતિમાનું શુદ્ધિકરણ કર્યુ જ્યાં માલ્યાર્પણ બાદ પ્રિયંકાએ રેલી શરૂ કરી હતી. આમાં ભાજપના સિખ સમાજના લોકો શામેલ થયા અને પ્રિયંકા ગાંધીને 1984માં થયેલા હુલ્લડો માટે જવાબદાર રાજીવ ગાંધીની પુત્રી તરીકે દોષી ગણાવી દીધી. ભાજપ નેતાઓએ તેમની સામે કોઈ સભા તો નથી કરી પરંતુ આ રીતની વાતો જરૂર પ્રચારિત કરી કે જો માત્ર સિખ હોવાથી કોઈનું જીવન જોખમમાં મૂકાયુ તો પ્રિયંકા ગાંધીને પણ રાજીવ ગાંધીની પુત્રી હોવાના કારણે પોતાની જવાબદારી ઘોષિક કરવી જોઈએ. એક રીતે તેમને સિખોની હત્યાના દોષિત ગણાવી દીધા.

પ્રિયંકા ગાંધી વાડ્રા લાલ સાડી પહેરીને રેલીમાં શામેલ થયા હતા

પ્રિયંકા ગાંધી વાડ્રા લાલ સાડી પહેરીને રેલીમાં શામેલ થયા હતા

પ્રિયંકા ગાંધી વાડ્રા લાલ સાડી પહેરીને રેલીમાં શામેલ થયા, તેમણે હસતા હસતા અભિનંદન સ્વીકાર કર્યા. એરપોર્ટની નજીક જ એક ચાર રસ્તો અમુક યુવાનોને મોદી-મોદીના નાર લગાવતા જોઈને પ્રિયંકાએ કાફલો રોકાવ્યો, જાતે પગે ચાલીને એ યુવાનો પાસે પહોંચી અને તેમને બેસ્ટ ઑફ લક કહ્યુ. હસતા હસતા પ્રિયંકાએ એ પણ કહ્યુ કે તમે તમારી જગ્યાએ, હું મારી જગ્યાએ. ગુડ લક ટુ ઑલ ઑફ યુ. એક યુવાન પ્રિયંકાના કાફલા સામે ઉભો રહીને સેલ્ફી પાડવા ઈચ્છતો હતો. પ્રિયંકાએ તેને પોતાના વાહન પર બોલાવ્યો, તેના હાથમાંથી મોબાઈલ લીધો અને જાતે સેલ્ફી ક્લિક કરીને મોબાઈલ તેને આપી દીધો. પ્રિયંકાની આ સ્ટાઈલ મતદારો પર સકારાત્મક પ્રભાવ પાડતી ગઈ.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા આરોપ લગાવ્યા

પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા આરોપ લગાવ્યા

રતલામ અને ઈન્દોરમાં પોતાના ભાષણમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર તીખા આરોપ લગાવ્યા. તેમણે કહ્યુ કે મોદી એટલે મનમાની. તેમણે સીધે સીધા મોદીને તાનાશાહ ન કહ્યા પરંતુ એ જરૂર કહી દીધુ કે પ્રધાનમંત્રી દરેક જગ્યાએ પોતાની મનમાની કરે છે. તેમણે વિચાર્યા વિના નોટબંધી કરી અને તૈયારી કર્યા વિના જીએસટી લાગુ કરાવ્યો જેના કારણે લોકો ભારે મુશ્કેલીમાં ફસાઈ ગયા. પ્રિયંકાએ કહ્યુ કે નોટબંધી દરમિયાન જ્યારે તેમના ભાઈ રાહુલ બેંકની લાઈનમાં ઉભા રહ્યા ત્યારે તેમની બહુ મજાક ઉડાવવામાં આવી. રાહુલ ગાંધી જનતાનું દુઃખ સમજે છે. રાફેલ ડીલ પર પણ રાહુલની જેમ જ પ્રિયંકાએ વાતો કરી. તેમણે કહ્યુ કે મોદી કહેતા હતા કે ભ્રષ્ટાચાર ખતમ કરીશુ, પછી 30 હજાર કરોડનો રાફેલ ગોટાળો કરાવ્યો. શું પ્રધાનમંત્રી મોદી પોતે સુરક્ષા વિશેષજ્ઞ છે કે તેમણે નક્કી કરી લીધુ કે એક એવી કંપની જંગી વિમાન બનાવશે જેને આજ સુધી કોઈ પણ વિમાન નથી બનાવ્યુ. એચએએલ જેવી સરકારી કંપનીને એક તરફ કરી દેવામાં આવી.

પ્રિયંકાએ એ જ જગ્યાએ રોડ શો કર્યો જ્યાં 29 વર્ષ પહેલા રાજીવ ગાંધીએ કર્યો હતો

પ્રિયંકાએ એ જ જગ્યાએ રોડ શો કર્યો જ્યાં 29 વર્ષ પહેલા રાજીવ ગાંધીએ કર્યો હતો

પ્રિયંકા ગાંધીએ વાતો વાતોમાં ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ પણ કર્યો અને કહ્યુ કે હું દિલ્લીની સત્તા અને ઈન્દિરાજીને બહુ નજીકથી જોયા છે. એટલા માટે હું એ વાત દાવા સાથે કહી શકુ છુ કે જેને પણ સત્તાનો ઘમંડ થઈ જાય તેનું ભવિષ્ય જનતા નક્કી કરી દે છે. આપણા પ્રધાનમંત્રી ક્યારેય પબ્લિકને નથી મળતા. તેમને સમજ જ નથી કે જનતા પર શું વીતી રહી છે. ખેડૂતોની આવક 5 વર્ષમાં બમણી કરવાની વાત હતી, શું ખેડૂતોની આવક બમણી થઈ. પ્રિયંકા ગાંધીની સભા અને રેલીનો કાર્યક્રમ કોંગ્રેસે સમજી વિચારીને કર્યો હતો. ઈન્દોરમાં જે જગ્યાએ પ્રિયંકા ગાંધીનો રોડ શો થયો, 29 વર્ષ પહેલા તે જ સ્થળ પર રાજીવ ગાંધીનો રોડ શો થયો હતો. વિધાનસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનો રોડ શો પણ એ જ માર્ગે થયો હતો. આ વિસ્તાર ભાજપનો ગઢ માનવામાં આવે છે. વિધાનસભા ચૂંટણીમાં રાહુલના રોડ શોની અસર જોવા મળી રહી હતી. પ્રિયંકાનો રોડ શો 92 મિનિટ સુધી ચાલ્યો અને મુખ્યમંત્રી કમલનાથ તેમની સાથે સતત રહ્યા હતા.

ઈન્દોર સીટ પર ભાજપને આકરી ટક્કર આપી રહી છે

ઈન્દોર સીટ પર ભાજપને આકરી ટક્કર આપી રહી છે

ભાજપ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં માલવા નિમાડની 8 સીટો પર પણ મતદાન થવાનુ છે. રતલામમાં કોંગ્રેસે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી કાંતિલાલ ભૂરિયાને ઉમેદવાર બનાવ્યા છે. ભૂરિયાનો ગાંધી પરિવાર સાથે સારો સંબંધ છે. તેમને લાગે છે કે પ્રિયંકાની સભાથી મતદારો પ્રભાવિત થશે અને કોંગ્રેસની સીટ જીતવી સરળ હોય છે. ઉજ્જૈન અને ઈન્દોરમાં ભાજપ સતત જીતી રહી છે. વિધાનસભા ચૂંટણીબાદ કોંગ્રેસને લાગે છે કે ઈન્દોરની સીટ પર તે જીતી શકે છે. સ્પીકર સુમિત્રા મહાજનને ટિકિટ ન મળવા પર કોંગ્રેસી ઉત્સાહિત છે કારણકે તેમને લાગે છે કે ભાજપના વર્તમાન ઉમેદવાર શંકર લાલવાણીને આરામથી ટક્કર આપી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X