કૈલાશ વિજયવર્ગીયનું વિવાદિત નિવેદન, ‘વિદેશી સ્ત્રીનું સંતાન રાષ્ટ્રપ્રેમ ન કરી શકે'
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય એક વાર ફરીથી વિવાદોમાં ફસાઈ ગયા છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય એક વાર ફરીથી વિવાદોમાં ફસાઈ ગયા છે. હંમેશા પોતાના નિવેદનો માટે સમાચારોમાં રહેતા ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ એક ટ્વીટ કર્યુ છે. જેમાં તેમણે ઈશારામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને નિશાના પર લીધા છે. વિજયવર્ગીયએ ટ્વીટ કરતા કહ્યુ કે વિદેશી સ્ત્રીથી ઉત્પન્ન સંતાન ક્યારેય દેશહિત અને રાષ્ટ્રપ્રેમના અનુગામી ન હોઈ શકે. વિજયવર્ગીયના આ ટ્વીટને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની મા સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે.

વિજયવર્ગીયના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેમના આ ટ્વીટને હટાવવાની માંગ કરી છે. લોકોએ કહ્યુ કે તમારા જેવા નેતાઓને આ કહેવુ શોભા નથી આપતુ. કોંગ્રેસ નેતા રાધિકા ખેડાએ આ ટ્વિટ અંગે વિજયવર્ગીય પર સવાલ ઉઠાવતા કહ્યુ કે, 'આવી જ વાતો બોલતા રહો.. આવી જ રીતે રોજ દેશની જનતાને ભાજપનું ચાલ-ચરિત્ર-ચહેરો બતાવતા રહો. હજુ તો માત્ર 5 રાજ્યોમાં 0/5 મળ્યુ છે. થોડા મહિનાની જ વાત છે બસ, દેશની જનતા ખૂબ સરસ જવાબ આપવાની છે.'
क़ायम रहिए ऐसी बातें बोलने में...
— Radhika Khera (@Radhika_Khera) 15 December 2018
ऐसे ही रोज़ देश की जनता को @BJP4India का चाल-चरित्र-चेहरा दिखाते रहिए ...
अभी तो सिर्फ़ 5 राज्यों में 0/5 मिला है, कुछ महीनों की बात है बस, देश की जनता बख़ूबी जवाब देने वाली है !!! https://t.co/NORvzMCTaa
તમને જણાવી દઈએ કે શુક્રવારે પણ વિજયવર્ગીયએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા ટ્વિટ કર્યુ હતુ. જેમાં તેમણે કહ્યુ હતુ કે મારે નવો ફોન લેવો છે. વિચારુ છુ થોડી રાહ જોઉ. 2-3 મહિનામાં તો રાહુલ બાબા ભેલ નિર્મિત કે મેડ ઈન ચિત્રકૂટ મોબાઈલ લોન્ચ કરી જ દેશે. વાસ્તવમાં વિજયવર્ગીયનું આ ટ્વિટ રાહુલ ગાંધીના એ નિવેદન બાદ આવ્યુ હતુ જેમાં તેમણે ચિત્રકૂટમાં એક રેલીમાં શિવરાજ સિંહ ચૌહાણને યોજના મશીન ગણાવતા રાજ્યમાં બેરોજગારી અને ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.












Click it and Unblock the Notifications
