ભાજપ પ્રવકતાના વાંધાજનક ટ્વિટ પર કેજરીવાલ, ‘મોદીજી આ તમારો ચેલો છે'
વાઘના ટ્વિટનો હવાલો આપીને અરવિંદ કેજરીવાલે હવે પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યુ છે.
બાલાકોટમાં આતંકી કેમ્પો પર એર સ્ટ્રાઈક બાદ રાજકારણ સતત ચાલી રહ્યુ છે. આ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા વિશે સરકાર અને વિપક્ષ સતત સામસામે છે. માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા માટે મચેલા ઘમાસાણ વચ્ચે મહારાષ્ટ્ર ભાજપના પ્રવકતાએ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ માટે વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. અવધૂત વાઘે અરવિંદ કેજરીવાલને એક રીતે પાકિસ્તાની સેનાના એજન્ટ ગણાવી દીધા. વાઘના આ ટ્વિટનો હવાલો આપીને અરવિંદ કેજરીવાલે હવે પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યુ છે.

ગાળો આપણાવાળા પણ દઈ શકે છે પરંતુ...અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે વાઘના ટ્વિટને રિટ્વિટ કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યુ, ‘પ્રધાનમંત્રીજી, તમે આને ટ્વિટર પર ફોલો કરો છો. તમારો ચેલો છે. ભાજપનો પદાધિકારી છે. ગાળો આપણાવાળા પણ દઈ શકે છે. પરંતુ આપણે હિંદુ છીએ. આપણી હિંદુ સભ્યતા આપણને ગાળો આપતા નથી શીખવાડતી.'
|
ભાજપ પ્રવકતા વાઘે કર્યુ હતુ વાંધાજનક ટ્વિટ
આ પહેલો મોકો નથી જ્યારે ભાજપ પ્રવકતા વાઘો પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહ્યા છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં અવધૂત વાઘે પીએમ મોદીને ભગવાન વિષ્ણુના 11માં અવતાર ગણાવ્યા હતા. જેને માટે ખૂબ હોબાળો થયો હતો. કોંગ્રેસે ભાજપના નેતાના આ નિવેદનને ભગવાન વિષ્ણુનું અપમાન ગણાવ્યુ હતુ.

આપ નેતાઓએ પણ ભાજપ પર સાધ્યુ નિશાન
વાઘના આ ટ્વિટ પર આમ આદમી પાર્ટી તરફથી આકરી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આપ નેતા પ્રીતિ શર્મા મેનને આને લોકતંત્રનું અપમાન ગણાવ્યુ અને પોલિસને વાઘ સામે કાર્યવાહી કરવાની માંગ કરી. બીજી તરફ ભાજપના એક અન્ય પ્રવકતાએ વાઘના ટ્વિટ પર પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કરી દીધો. તમને જણાવી દઈએ કે પીએમ મોદીની વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા ભાજપ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવાની ટીકા કરતા અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે જ્યારે સમગ્ર દેશ વિંગ કમાંડર અભિનંદનની સુરક્ષા માટે ચિંતિત છે ત્યારે પીએમ મોદી બુથ મજબૂત કરવામાં વ્યસ્ત છે.












Click it and Unblock the Notifications
