For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'હેમા માલિનીના ગાલ' વાળા નિવેદન પર સંજય રાઉતે વિચિત્ર રિએક્શન આપતા અભિનેત્રીએ ઝાટક્યા

મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેના નેતા ગુલાબરાવ પાટિલના વિવાદિત નિવેદન પર હવે ભાજપ સાંસદ હેમા માલિનીની પ્રતિક્રિયા આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેના નેતા ગુલાબરાવ પાટિલના વિવાદિત નિવેદન પર હવે ભાજપ સાંસદ હેમા માલિનીની પ્રતિક્રિયા આવી છે. ઉદ્ધવ સરકારમાં મંત્રી ગુલાબરાવ પાટિલે પોતાના વિધાનસભા વિસ્તારના રસ્તાઓની સરખામણી અભિનેત્રી હેમા માલિનીના ગાલ સાથે કરી દીધી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહી રહ્યા છે કે મારો પડકાર છે કે જે વ્યક્તિ(એકનાથ ખડસે) 30 વર્ષથી ધારાસભ્ય છે, તે મારા ઘરે(પોતાના મત વિસ્તાર, જલગાંવ જિલ્લામાં) આવે, જો રસ્તાઓ હેમા માલિનીના ગાલ જેવા નહિ હોય તો હું રાજીનામુ આપી દઈશ.

hema malini

હવે તેમના આ નિવેદન બાદ જ્યાં રાજ્ય મહિલા પંચે માફી માંગવા માટે કહ્યુ છે ત્યાં બીજી તરફ પાર્ટીના મોટા નેતા સંજય રાઉતે આ નિવેદન પર અલગ જ રિએક્શન આપ્યુ છે. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યુ કે આ પ્રકારની સરખામણી પહેલા પણ થઈ ચૂકી છે. આ હેમા માલિની માટે સમ્માનની વાત છે. માટે તેને નેગેટીવ રીતે ન જોવુ જોઈએ. આ પહેલા લાલુ યાદવે પણ આવુ જ ઉદાહરણ આપ્યુ હતુ. અમે હેમા માલિનીનુ સમ્માન કરીએ છીએ.

વળી, ખુદ અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમા માલિનીએ કહ્યુ કે આ ટ્રેન્ડ અમુક વર્ષો પહેલા લાલુજીએ શરુ કર્યો હતો. માટે બધા લોકોએ ઉપયોગ કર્યો. જો સામાન્ય લોકો આવુ બોલે તો સમજમાં આવે પરંતુ સંસદના સભ્યો આવુ બોલે એ યોગ્ય નથી. આ પ્રકારની ટિપ્પણીઓ સારી નથી.

English summary
BJP MP Hema Malini statement on Maharashtra minister Gulabrao Patil comparing roads to her cheeks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X