મનોજ તિવારીને જાનથી મારવાની ધમકી મળી
ભોજપુરી સુપર સ્ટાર, ગાયક અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ તિવારીને જાનથી મારવાની ધમકી મળી છે. તેમને આ ધમકી ક્રોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગેરહાજરી પર તેમને આપેલા બયાન માટે મળી છે.

મનોજને એક પત્ર મળ્યો છે જેમાં લખ્યું છે કે "તેં રાહુલ ગાંધી વિરુદ્ધ બોલવાની હિંમત કેવી રીતે કરી. તું જો પોતાની જાતને બચાવી શકતો હોય તો બચાવી લે." જે બાદ મનોજ તિવારીએ ગૃહમંત્રાલયને આ વાતની જાણ કરી છે.
મનોજ તિવારીનું કહેવું છે કે 21 માર્ચે તેના ઘર પર ટપાલ દ્વારા આ પત્ર આવ્યો હતો જેમાં ધમકી ભરેલા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે હાલ તે વારાણસીમાં છે અને દિલ્હી જઇને તે આ મામલે કેસ દર્જ કરાવશે. તથા મનોજે તે પણ સ્પષ્ટતા આપી કે તે દિલ્હી પહોંચીને તેમને ધમકી આપનાર વ્યક્તિના નામનો ખુલાસો પણ કરશે.












Click it and Unblock the Notifications
